પ્રખ્યાત ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ આજકાલ ચર્ચામાં છવાયેલી જોવા મળે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને આ દિવસોમાં તેના ફોટોશૂટના શાનદાર ફોટા શેર કરી રહી છે. રશ્મિ તાજેતરમાં જ શરારામાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

પર્પલ અને ગ્રીન કલરના કોમ્બિનેશન વાળા ડ્રેસમાં રશ્મિ ખૂબસૂરત અને સ્ટાઇલિશ લાગી રહી છે. તેઓ હેવી એરિંગ્સ કૈરી કર્યા છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.

અગાઉ રશ્મિ દેસાઇ મલ્ટીકલર સ્કર્ટ અને ક્રીમ રંગના ક્રોપ ટોપમાં જોવા મળી હતી. રશ્મિના લુકને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.

રશ્મિ દેસાઈના મરાઠી લૂકે પ્રશંસકોનું દિલ જીતી લીધું હતું. તે લાલ અને લીલી કોમ્બિનેશન સાડીમાં જોવા મળી હતી.
મહત્વનું છે કે, રશ્મિ ટીવીની એક પ્રખ્યાત અભિનેત્રી છે, પરંતુ તેણે બિગ બોસ 13 માં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. ભલે તેણી આ શો જીતી ન શકે, પરંતુ પ્રેક્ષકોના દિલ જરૂર જીત્ય છે.

ચાહકોને પણ રશ્મિનો આ લુક પસંદ આવ્યો છે. પરંપરાગત પોશાકમાં જ્વેલરીથી સજ્જ રશ્મિ આ અવતારમાં ખૂબસુરત લાગી રહી છે.

રશ્મિ દેસાઈનો બંગાળી અવતાર સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. લાલ રંગની સાડીમાં તે અદભૂત લાગી રહી છે.

રશ્મિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તાજેતરમાં તેણે જુદા જુદા ફોટોશૂટના ઘણા ફોટો શેર કર્યા છે.

