Tourism/ Sea Plane : જાણો શું કહે છે એવિએશન મિનિસ્ટર હરદીપસિંહ પુરી અને સ્પાઇઝજેટ સીએમડી અજયસિંહ… 

ટુરિઝમ ક્ષેત્રે ખુબ મોટી શરૂઆત સી-પ્લેન સાથે થઇ છે. આગામી સમયે કેવડિયા થી સુરત સી પ્લેન સેવા શરુ કરાશે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સૂચનો મુજબ અન્ય જગ્યાથી પણ સીપ્લેન શરુ થશે. શરૂઆત માં બે અમદાવદ અને બે કેવડિયા થી સીપ્લેન ઉડાન ભરશે.

Gujarat Others

ગુજરાત રાજ્યમાં આજે સી પ્લેન સેવા નો  દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થયો છે. અને તેઓ કેવડીયા થી અમદાવાદ ખાતે સી પ્લેન મારફતે આવી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે તેમના સ્વાગતમાં અમદાવાદ રીવર ફ્રન્ટ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી સહીત અને રાજ્યપાલ  અને મંત્રી મંડળના અનેક સભ્યો હાજર છે.

POLITICAL / ગુજરાતની પ્રજાને આજે સી પ્લેનની નહિ પરંતુ નારી સુરક્ષા વાળા…

વલસાડ / આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત…

ત્યારે આ પ્રસંગે સી પ્લેન અંગે ગુજરાત અને ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવતા એવિએશન મંત્રી હરદીપસિંહ પૂરી એ સી-પ્લેન માટે ગુજરાત સરકાર અને લોકોને શુભકામનાઓ  પાઠવી હતી. તેમને જણાવ્યું હતું કે, અહીંયા ખુબ જ જલ્દી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું  છે.  હાલ દિવસમાં 4 વાર સી-પ્લેન ઉડશે, આગામી સમયે તેમાં વધારો કરાશે. આ ખુબ નાની શરૂઆત છે, આગામી સમયે વધારે મોટા આયામો સર કરાશે. આગામી સમયે સુરત સહિતના સેન્ટર પરથી સેવાની શરૂઆત કરવામાં આવશે.

London / લંડનમાં મહારાજા રણજીતસિંહની પત્નીના ઘરેણાંની હરાજી, જાણો કેટ…

જયારે સ્પાઇઝજેટના  સીએમડી અજયસિંહે જણાવ્યું હતું કે, ટુરિઝમ ક્ષેત્રે ખુબ મોટી શરૂઆત સી-પ્લેન સાથે થઇ છે. આગામી સમયે કેવડિયા થી સુરત સી પ્લેન સેવા શરુ કરાશે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સૂચનો મુજબ અન્ય જગ્યાથી પણ સીપ્લેન શરુ થશે. શરૂઆત માં બે અમદાવદ અને બે કેવડિયા થી સીપ્લેન ઉડાન ભરશે. થોડા દિવસો બાદ બંને તરફથી ચાર ચાર ઉડાન શરુ થશે. હાલ સીપ્લેન માટે ખુબ મોટા પ્રમાણમાં બુકીંગ આવી રહ્યા છે. 1500 થી વધુ લોકોએ બુકીંગ માટે રસ દાખવ્યો. સી પ્લેન સેવા મોંઘી હોય છે, આગામી સમયે વધુ સસ્તી બનાવવામાં આવશે. કુલ સીટની 40 થી 50 ટકા બેઠકો સસ્તી રહેશે.  તમામ ટિકિટો 1500 રૂપિયામાં નહિ હોય. 40 ટકા થી વધુ ટિકિટો ના ભાવ વધારે હશે.