Bollywood/ જાણો, ટ્રાંસજેન્ડર સમુદાય માટે શું કહ્યું અક્ષય કુમારે, જુઓ વિડીયો

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ દિવાળી નિમિત્તે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ધમાલ મચવી લીધી છે. ફિલ્મમાં અક્ષય કુમાર ટ્રાંસજેન્ડરની ભૂમિકામાં જોવા મળશે.

Entertainment

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ દિવાળી નિમિત્તે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ધમાલ મચવી લીધી છે. ફિલ્મમાં અક્ષય કુમાર ટ્રાંસજેન્ડરની ભૂમિકામાં જોવા મળશે. તેણે પોતાના સમર્થનમાં એક વીડિયો પણ શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અક્ષય કુમાર કહેતા જોવા મળે છે: “અત્યાર સુધી જે બન્યું તે આપણી ભૂલ છે. આપણો દ્રષ્ટિકોણ બદલવાનો વારો છે. દુનિયાને ખુશ રાખવા માટે, આપણે આ બધું ગમ પી જઈએ છીએ, હવે આપણો વારો સુખ શેર કરવાનો છે. તેઓ હંમેશાં અમારી ખુશીઓમાં નાચતા રહે છે, હવે તેમનો આનંદમાં નાચવાનો વારો છે. તેઓ બાળપણથી જ દરેક ભેદભાવનો ભાર ઉઠાવી રહ્યા છે, હવે તેમનો હક આપવાનો આપણો વારો છે. “

આ વીડિયો દ્વારા અક્ષય કુમારે દેશની જનતાને ટ્રાન્સજેન્ડર પ્રત્યે પોતાનાં વિચારો બદલવા અપીલ કરી છે. વીડિયો શેર કરતાં અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યુ છે કે, ‘હવે આપણો વારો છે, નજરથી બચવા માટે તો ઘણાં ટીકા લગાવ્યાં પણ નજરીયો બદલવાનો ટીકો લગાવવાનો હવે આપણો વારો છે.’ આવો લિંગ પ્રત્યે રૂઢીવાદને તોડીએ અને લાલ બિંદીની સાથે ત્રીજા લિંગને આપણું સમર્થન આપીએ. જે સમાન પ્રેમ અને સમ્માન માટે ઉભા રહીયે.’

જુઓ વિડીયો…

https://www.instagram.com/tv/CHPwuh2nVlJ/?utm_source=ig_web_copy_link

તમામ જશ્નોમાં તેમણે દિલથી દુઆઓ આપી છે. તેમની મહેફિલ સજાવવાનીઆપણી વારી છે. સરહદ પર લડવા માટે હમેશાં તે તૈયાર રહે છે. બસ તેમને પ્રોત્સાહન આપવાની આપણી વારી છે, છે તો તેઓ પણ ભગવાનની દેન, તેમને અપનાવવાની આપણી વારી છે. નજરથી બચવા ઘણાં ટીકા લગાવીએ છીએ, નજરિયો બદલવાનો ટીકો લગાવવાની આપણી વારી છે.

આ પણ વાંચો : અભિનેત્રી કૃતિ ખરબંદાને થયો મેલેરિયા, પોસ્ટ કરી આપી માહિતી

આપને જણાવી દઈએ કે, અક્ષયની ફિલ્મ લક્ષ્મી જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ પહેલા કોઇપણ ફિલ્મમાં અક્ષય કુમારે આવું પાત્ર ભજવ્યું નથી. ટ્રેલરે પણ લોકોમાં એક આગવો ઉત્સાહ જગાવ્યો છે, એવામાં ફિલ્મને લઈને લોકોમાં બઝ વધી ગયો છે. કહેવામાં આવે છે કે દેશમાં ફિલ્મ ભલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે, પણ અન્ય ઘણાં દેશોમાં ફિલ્મ મોટા પડદે પણ જોવા મળશે. જે દેશોમાં કોરોનાનો પ્રકોપ ઓછો છે અને ત્યાં થિયેટર ખુલી ગયા છે, તે જગ્યાએ લક્ષ્મી રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો :કમલ હાસનના ઘરની બહાર ઉમટી ચાહકોની ભીડ, એક્ટરે આ રીતે માન્યો આભાર