diwali/ ગૃહમંત્રી અમિત શાહ દિવાળી અમદાવાદમાં પરિવાર સાથે ઉજવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિવાળી પોતાનાં માદરે વતન ગુજરાતનાં અમદાવાદમાં મનાવશે.

Ahmedabad Gujarat
  • અમિત શાહ દિવાળી મનાવશે અમદાવાદમાં
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ
  • કચ્છનાં કાર્યક્રમ બાદ આવશે અમદાવાદ
  • દિવાળીનાં તહેવાર પરિવાર સાથે મનાવશે શાહ
  • 11-12 નવેમ્બરે ગુજરાતમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિવાળી પોતાનાં માદરે વતન ગુજરાતનાં અમદાવાદમાં મનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ દિવાળીનાં સમયે પણ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં અમિત શાહ કચ્છની મુલાકાત લઇ રહ્યા છે.

કચ્છનાં કાર્યક્રમ બાદ સીધા અમદાવાદ આવશે અને દિવાળીનાં તહેવાર પરિવાર સાથે અમદાવાદમાં જ મનાવશે. અમિત શાહ આગામી 11 અને 12 નવેમ્બરે ગુજરાતમાં હાજરી આપશે અને સુચક રીતે કચ્છની મુલાકાત લેવાનાં છે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ મુલાકાતને લઇને જ થોડા દિવસો પૂર્વે BSFનાં વડા રાકેશ અસ્થાના દ્વારા કચ્છની સૂચક મુલાકાત લેવામાં આવી હતી.