@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર
- જામનગરના જોડિયા પંથકની ધૃણાસ્પદ ઘટના
- 11 વર્ષની દીકરી પર સગા બાપે આચર્યું દુષ્કર્મ
- નરાધમ આરોપી પિતાની પોલીસે કરી ધરપકડ
- પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- આ બનાવે સભ્ય સમાજને હચમચાવી મુક્યો
જામનગર જીલ્લામાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ વખતે તો લોહીના સબંધને જ બદનામી મળી છે. હજુ દુનિયાદારી સમજે તે પૂર્વે જ જોડિયા પંથકમાં એક નરાધમ પિતાએ પોતાની 11 વર્ષીય પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવતા નરાધમ બાપ પર ચોતરફથી ફિટકારની લાગણી વર્ષી રહી છે. પોલીસે આરોપીને દબોચી લઈ કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.
જામનગર જીલ્લામાં છેલ્લા બે માસના ગાળામાં દુષ્કર્મની આઠમી ઘટના સામે આવી છે. જેમાં જોડિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં બહારથી મજુરી કામ કરવા આવેલ એક પરિવારના નરાધમ પિતાએ જ પોતાની 11 વર્ષીય પુત્રી પર જ નજર બગાડી બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે.
માસુમ પુત્રી લગભગ ચારેક દિવસ પુર્વે ઘરે એકલી હતી અને તેના માતા વતનમાં ગયા હતા. પુત્રીને તેના જ સગા પિતાએ હવસનો શિકાર બનાવી હતી. સતત બે દિવસ સુધી અમાનવીય કૃત્યથી માસુમ પણ એકદમ હતપ્રત બની ગઇ હતી અને સમગ્ર આપવીતીની તેની માતાને જાણ કરી હતી જેથી તુરંત જ પરત પહોચેલી માતાએ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.જયાં ભોગગ્રસ્તની માતા સહિતના પરીજને ઉકત ઘટનાથી પોલીસને માહિતગાર કરતા ફરીયાદ નોંધાઇ હતી.
પોલીસે બાળકીનો કબજો સંભાળી, મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું જયારે બળાત્કાર ગુજારનાર આરોપી એવા બાળકીના પિતાને પોલીસે પકડી પાડી આઈપીસી કલમ મુજબ ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીની અટકાયત બાદ મેડીકલ પરીક્ષણ અને કોવીડ ટેસ્ટ કરાવી વિધિવત ધરપકડ કરી છે. આ બનાવે સભ્ય સમાજને હચમચાવી મુક્યો છે.
