બાંગ્લાદેશનાં યુવાન ક્રિકેટર મોહમ્મદ સોજીબનો શવ શનિવારે 14 નવેમ્બરનાં રોજ તેમના ઘરે મળ્યો હતો. સમાચાર અનુસાર, તેણે આત્મહત્યા કરી છે. 21 વર્ષનો સોજીબ બાંગ્લાદેશનાં રાજશશિ શહેરનો રહેવાસી હતો. વર્ષ 2018 માં તે તેના દેશની અંડર-19 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો, જેનો કેપ્ટન સૈફ હસન હતો. જો કે તેને એક પણ મેચમાં રમવાની તક મળી નહોતી.
ધોની છોડી શકે છે CSK ની કમાન, દિગ્ગજ ખેલાડીએ આપ્યું નિવેદન
આ પહેલા તે બાંગ્લાદેશની અંડર-19 એશિયા કપ ટીમનો ભાગ હતો. વર્ષ 2018 માં, તેણે શિનેપુકુર માટે લિસ્ટ-એ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેણે 9, 0 અને 1 રન બનાવ્યા હતા. તેણે માર્ચ 2018 પછી એક પણ સ્પર્ધાત્મક મેચ રમી નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) નાં ગેમ ડેવલોપમેન્ટ મેનેજર અબુ ઈનામ મોહમ્મદે સોજીબનાં અચાનક નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. સોજીબને આગામી બંગબંધુ ટી-20 કપનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો. અબુનાં કહેવા પ્રમાણે, સોજીબને આ ટી-20 ટૂર્નામેન્ટથી દૂર રાખવામાં આવ્યો, કદાચ તે જ કારણે તેણે આ સખત પગલું ભર્યું.
Indian Army ને મળશે ગુજરાતનાં સુરતથી આ શક્તિશાળી ભેટ
અબુ ઈનામ મોહમ્મદે કહ્યું, ‘સોજીબ 2018 બેચનો ભાગ હતો જેમાં સૈફ અને આફિફ હુસેનનો સમાવેશ થતો હતો. તે વર્લ્ડ કપમાં એક સ્ટેન્ડબાય ખેલાડી હતો. તેણે એશિયા કપમાં શ્રીલંકા સામે મેચ રમી હતી. હવે આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. તે કહેવું મુશ્કેલ છે કે તે તણાવ અથવા અન્ય કોઇ રીતે પરેશાન હતો. છેલ્લા કેટલાક વર્ષોથી તે નિયમિત ક્રિકેટનો ભાગ ન હતો.’ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનાં ડિરેક્ટર ખાલિદ મહમુદનાં જણાવ્યા અનુસાર, સોજીબ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રતિભાશાળી ખેલાડી રહ્યો છે, તેમણે કહ્યું કે, ‘મેં જે સાંભળ્યું તે માનવું મુશ્કેલ છે, તે ઓપનર બેટ્સમેન અને મધ્યમ ગતિનો બોલર હતો, જે શિનેપુકુર ક્રિકેટ ક્લબનો ભાગ હતો.
