Not Set/ આનંદો..!! કોરોનાના તોડનું અમદાવાદમાં આગમન …

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલા વિશેષ રૂમમાં વેક્સિન રાખવામાં આવી છે.  આઈસીએમઆરની ગાઈડ લાઈનને આધિન નિયત તાપમાન હેઠળ વેક્સિનને રાખવામાં આવશે.  1 સપ્તાહ સુધી વેક્સિનને પ્રિઝર્વ રખાશે, નિયત પ્રક્રિયા પૂરી થયા બાદ વેક્સિનને ટ્રાયલ માટે અપનાવાશે. 

Top Stories Ahmedabad Gujarat Breaking News
Untitled આનંદો..!! કોરોનાના તોડનું અમદાવાદમાં આગમન ...

જેની કાગ ડોળે વાત જોવામાં આવતી હતી તે કોરોના વાઇરસની રસી હવે અમદાવાદ પહોચી ચુકી છે. કોરોના વાઇરસના ટ્રાયલ વેક્સિન અમદાવાદ આવી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાયલ વેક્સીન આવી ચુકી છે. અને  તંત્ર દ્વારા વેક્સિન મેળવી લેવાઈ છે.

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલા વિશેષ રૂમમાં વેક્સિન રાખવામાં આવી છે.  આઈસીએમઆરની ગાઈડ લાઈનને આધિન નિયત તાપમાન હેઠળ વેક્સિનને રાખવામાં આવશે.  1 સપ્તાહ સુધી વેક્સિનને પ્રિઝર્વ રખાશે, નિયત પ્રક્રિયા પૂરી થયા બાદ વેક્સિનને ટ્રાયલ માટે અપનાવાશે.

આ વેક્સીન ભારત બાયોટેક દ્વારા બનાવેલ છે. ટ્રાયલ વેકસીન નું નામ “આત્મનિર્ભર વેકસીન ” આપવામાં આવ્યું.  3rd ફેઝની ટ્રાયલ વેકસીન તમામ વોલિયન્ટરને સોલા સિવિલ ખાતે આપવા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ટ્રાયલ વેકસીનને રાખવા માટે 2 થી 8 ડીગ્રી સેલ્સીયસ તાપમાન માં રહેતા સ્ટોરેજમાં રાખવામાં આવશે. ટ્રાયલ વેકસીન કમિટીની મિટિંગ પૂર્ણ થયા બાદ 1હજાર જેટલાં વોલિયન્ટર ને આપવામાં આવશે. એથીકલ , સાયન્ટિફિક કમિટીની ટ્રાયલ વેકસીન માટે એપૃવલ મળી ગઈ છે.

નોધનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી ઇનિંગ શરુ થઈ ચુકી છે. દિવાળી બાદ સતત રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યોછે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ફરી એક વાર કોરોના સંક્રમીતોની સંખ્યા ૧૫૦૦+ નોધાઇ છે. આજે રાજ્યમાં કુલ 1510 કેસ નોંધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા 2  લાખને પાર કરી ચુકી છે. જે સાથે કુલ સંક્રમીતોની સંખ્યા 2,00,409 પર પહોચી છે.