grief/ અહેમદ પટેલના નિધન પર પત્ર પાઠવી શ્રદ્ધાંજલિ પાઠવતા મોરારીબાપુ

કોંગ્રેસની રાજનીતિના ચાણક્ય ગણાતા વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાસંદ અહેમદ પટેલના નિધન પર દેશભરમાં અનેક રાજકિય નેતાઓ અને વિવિધ સમાજના અગ્રણીઓએ શ્રદ્ધા સુમન પાઠવ્યા છે.

Gujarat Others

કોંગ્રેસની રાજનીતિના ચાણક્ય ગણાતા વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાસંદ અહેમદ પટેલના નિધન પર દેશભરમાં અનેક રાજકિય નેતાઓ અને વિવિધ સમાજના અગ્રણીઓએ શ્રદ્ધા સુમન પાઠવ્યા છે. પ્રસિદ્ધ કથાકાર મોરારિ બાપુએ પણ દુ:ખ વ્યક્ત કરતા અહેમદ પટેલના પરિવારજનોને શોક સંદેશ પાઠવ્યો છે.

મોરારિ બાપુએ અહેમદ પટેલને પત્ર પાઠવી અને યાદ કરતાં જણાવ્યું છે કે “તેઓની ચીર વિદાયના સમાચાર સાંભળી ઘણું દુઃખ થયું છે. અમે માનતા હતા કે અહેમદભાઈ ઝડપથી સ્વસ્થ થઈને રાષ્ટ્ર સેવામાં લાગી જાય પરંતુ કુદરતને જે ગમ્યું તે ખરું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. અહેમદ પટેલના નિધન પર શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને મારા તરફથી દિલાસો પાઠવું છું.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…