mumbai attack/ 26/11ની 12મી વર્ષી પર PMએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ, આ મહાનુભાવોએ પણ યાદ કર્યા હુમલામાં શહીદ થયેેલાને…

વડા પ્રધાન મોદી સહિત દેશના અનેક અગ્રણી નેતાઓએ ગુરુવારે મુંબઇ હુમલામાં મૃત્યુ પામેલા લોકો અને શહીદ સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. મુંબઈમાં થયેલા 26/11 ના હુમલાને યાદ

Top Stories India

વડા પ્રધાન મોદી સહિત દેશના અનેક અગ્રણી નેતાઓએ ગુરુવારે મુંબઇ હુમલામાં મૃત્યુ પામેલા લોકો અને શહીદ સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. મુંબઈમાં થયેલા 26/11 ના હુમલાને યાદ કરીને વડા પ્રધાન મોદીએ આ હુમલામાં માર્યા ગયેલા – શહીદ થયેલા સુરક્ષા જવાનો અને લોકોને સલામ કરી છે. તેમણે કહ્યું કે, 2008 માં જ મુંબઈના આતંકીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વિદેશી નાગરિકો અને પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો માર્યા ગયા હતા. હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. ભારત આ ઘાને ભૂલી શકે તેમ નહીં. આજે ભારત નવી નીતિઓ સાથે આતંકવાદ સામે લડી રહ્યું છે. આતંકવાદ સામે લડતા અમારા સુરક્ષા જવાનોને પણ હું સલામ કરું છું.

રતન ટાટા પણ શહીદોને કર્યા યાદ 

PM ઉપરાંત ઉદ્યોગપતિ અને ટાટા સન્સ ગ્રુપ કંપનીના અધ્યક્ષ રતન ટાટાએ ગુરુવારે, મુંબઇમાં થયેલા આતંકી હુમલાની 12 મી વર્ષગાંઠ પર જણાવ્યું હતું કે, કટોકટીના સમયમાં વિવિધ તફાવતો અને ભાવનાઓને દરકીનાર કરી વેપારી શહેરમાં વસતા વિવિધ લોકો દ્વારા જે   ધૈર્ય અને સૂઝભૂઝનો દાખલો આપવામાં આવ્યો તે અપ્રતિમ હતો. હકીકતમાં, 26 નવેમ્બર, 2008 ના રોજ મુંબઇમાં થયેલા આતંકી હુમલાનું મુખ્ય લક્ષ્ય ટાટા જૂથની તાજ હોટલ હતું. આ હુમલામાં 150 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

રતન ટાટાએ હુમલાની 12 મી વર્ષગાંઠ પર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ લખી હતી. જે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરી છે. રતન ટાટાએ હોટલ તાજની તસવીર પણ પોસ્ટ સાથે શેર કરી છે. રતન ટાટાએ લખ્યું છે કે આજે 12 વર્ષ પહેલા જે વિશાળ વિનાશ થયો હતો તે ભૂલી શકાય નહીં. પરંતુ વધુ યાદ રાખવાની વાત એ છે કે તે દિવસે જુદા જુદા લોકોએ કેવી રીતે મુંબઇમાં એક થઈ કામ કર્યું હતું અને તેમના બધા મતભેદો ભૂલીને આતંકવાદ અને વિનાશ સામે લડ્યા હતા. આપણે આ રીતે આપણી એકતા જાળવવાની જરૂર છે તે પ્રશંસનીય છે.

અમિત શાહે પણ મુંબઈ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ગુરુવારે મુંબઇ આતંકવાદી હુમલાની 12 મી વર્ષગાંઠ પર આ હુમલામાં આતંકવાદીઓનો સામનો કરતા બહાદુર સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે રાષ્ટ્ર તેમની બહાદુરી અને બલિદાન બદલ હંમેશા આભારી રહેશે. તેમણે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે, 26/11 ના આતંકી હુમલામાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ મુંબઇમાં થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપીને કહ્યું છે કે, સરહદ પારથી આતંકવાદને ટેકો આપનારા દેશોને એકલા કરવાની જરૂર છે. ગુરુવારે એક સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આ પ્રસંગે વિશ્વ સમુદાયે પોતાનો સંકલ્પ યાદ રાખવો જોઈએ, જેણે આતંકવાદ સામે એકતામાં લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બર, 2008 ના રોજ બોમ્બ બ્લાસ્ટ અને અંધાધૂંધ ગોળીબારથી મુંબઇમાં આતંકવાદીઓ દ્વારા આતંક મચાવ્યો હતો. આ હુમલામાં બાર વર્ષ પહેલાં, 150 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…