Gandhinagar News: ખેડૂતો પર વધતા આર્થિક બોજને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘે (Bharatiya Kisan Sangh) રાજ્ય સરકાર સમક્ષ મહત્વની રજૂઆત કરી છે. સંઘે રાજ્યના ઊર્જા મંત્રીને પત્ર લખીને ખેતી માટેના નવા વીજ કનેક્શન તેમજ વીજ લોડ વધારવાની પ્રક્રિયા દરમિયાન વસૂલાતી ટેસ્ટ રિપોર્ટ ફી સહિતની વિવિધ વસૂલાતને રદ કરવાની માંગ કરી છે.
Bharatiya Kisan Sangh:ખેડૂતો પરનો વધારાનો આર્થિક બોજ દૂર કરવાની અપીલ
સંઘ (Bharatiya Kisan Sangh)નું કહેવું છે કે ખેતી માટે નવા વીજ કનેક્શન મેળવતા ખેડૂતો પાસેથી ટેસ્ટ રિપોર્ટના નામે ફી લેવામાં આવે છે. ઉપરાંત વીજ લોડ વધારવા માટે પણ અલગથી ટેસ્ટ રિપોર્ટની ફી ચૂકવવી પડે છે, જેના કારણે ખેડૂતો પર વધારાનો આર્થિક બોજ પડે છે.
ભારતીય કિસાન સંઘે ( (Bharatiya Kisan Sangh)) રજૂઆતમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે અલગ-અલગ વિસ્તારોમાં ખેડૂતો પાસેથી ટેસ્ટ રિપોર્ટ માટે જુદા-જુદા દરે ફી વસૂલવામાં આવે છે. એકસરખી સેવા માટે અલગ દર વસૂલાતા હોવાના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સંઘે સરકારને વિનંતી કરી છે કે ટેસ્ટ રિપોર્ટની ફી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અથવા તેના માટે રાજ્યભરમાં પારદર્શક અને એકસરખા દરો જાહેર કરવામાં આવે. આ ઉપરાંત ખેડૂતોને આર્થિક રાહત મળે તે માટે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
આ રજૂઆતની નકલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)ના ચેરમેનને પણ મોકલવામાં આવી છે, જેથી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થઈ શકે.ભારતીય કિસાન સંઘે ( (Bharatiya Kisan Sangh)) આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપીને તેમની રજૂઆત પર હકારાત્મક નિર્ણય લેશે અને વીજ કનેક્શન સંબંધિત વધારાની ફીમાંથી ખેડૂતોને રાહત આપશે.
આ પણ વાંચો:વરસાદી નુકસાનમાં ખેડૂતોને સહાયની માંગ, ભારતીય કિસાન સંઘે કૃષિમંત્રીને લખ્યો પત્ર
આ પણ વાંચો:વીજપોલ વળતર મુદ્દે ભારતીય કિસાન સંઘની સરકારને ચેતવણી, નવી નીતિ નહીં તો રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત
