oth ceremony/ 80માં બંધારણ દિવસે બોડેલી ખાતે પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનાં અધિકારીઓ, કર્મચારીઓએ આમુખનું વાંચન કરી લીધા શપથ

બોડેલી સેવાસદન ખાતે બંધારણના અમુખના વાંચન નો કાર્યક્રમ યોજાયો 26 નવેમ્બર એટલે દેશનો બંધારણ દિવસ અને આજ નાં આ દિવસે બોડેલી તાલુકા સેવા સદન ખાતે બંધારણ આમુખ ના વાંચનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો

Gujarat Others

બોડેલી સેવાસદન ખાતે બંધારણના અમુખના વાંચન નો કાર્યક્રમ યોજાયો 26 નવેમ્બર એટલે દેશનો બંધારણ દિવસ અને આજ નાં આ દિવસે બોડેલી તાલુકા સેવા સદન ખાતે બંધારણ આમુખ ના વાંચનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો

છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી ખાતે બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશ શાહ મામલતદાર કે.સી.ચરપોટ સહિતનાં અધિકારીઓ, કર્મચારીઓએ અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય….. ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા. ધર્મ અને ઉપાસનાની…. સ્વતંત્રતા, દરજ્જા અને તકની… સમાનતા, પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિ નું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુધરે એવી… બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ..”મુજબના આમુખ નું વાંચન કરી શપથ લીધા હતા.

@સુલેમાન ખત્રી
બોડેલી – છોટાઉદેપુર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…