Political/ રાજકોટ શહેર ભાજપનાં 22 હોદ્દેદારોની ટીમની જાહેરાત કરતા પ્રમુખ કમલેશ મીરાણી, 7 નવા ચહેરાને સ્થાન, 3 મહામંત્રી રીપીટ

આજરોજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સાથે વિચાર વિમર્શ કર્યા બાદ તેમણે શહેર ભાજપનાં નવા માળખાની જાહેરાત કરી છે, તેમજ નવનિયુક્ત હોદ્દેદારોને આવકારીને સમગ્ર ભાજપ પક્ષના તમામ લોકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપના […]

Gujarat Others

આજરોજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સાથે વિચાર વિમર્શ કર્યા બાદ તેમણે શહેર ભાજપનાં નવા માળખાની જાહેરાત કરી છે, તેમજ નવનિયુક્ત હોદ્દેદારોને આવકારીને સમગ્ર ભાજપ પક્ષના તમામ લોકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.

રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓના નામ પર નજર કરીએ તો પ્રમુખ કમલેશ મીરાણી, ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા,ઉપપ્રમુખ પ્રફુલભાઇ કાથરોટીયા,ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રદીપ ડવ, ઉપપ્રમુખ મહેશ રાઠોડ પ્રમુખ કંચનબેન સિધ્ધપુરા, ઉપપ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, મહામંત્રી જીતુભાઈ કોઠારી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, તેમજ મંત્રી વિક્રમભાઈ પુજારા મંત્રી દિગ્વિજયસિંહ ગોહિલ, મંત્રી ડોક્ટર દર્શિતાબેન શાહ, મંત્રી રસીલાબેન સાકરીયા મંત્રી જોસનાબેન હળવદીયા, મંત્રી ડોક્ટર ઉન્નતી બેન ચાવડા તથા કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ અને કાર્યાલય મંત્રી પદે હરેશભાઇ જોશીની વરણી કરવામાં આવી છે.

શહેર ભાજપની આ નવનિયુક્ત ટીમને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મોહનભાઈ કુંડારીયા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મેયર બીનાબેન આચાર્ય સહિતના અગ્રણીઓએ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…