સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના પતોના પુત્ર એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું નિધન થયું છે. 83 વર્ષીય જયંત મેઘાણીનું ભાવનગર ખાતે નિધન થયું છે.
જયંત મેઘાણીના નિધનથી સમગ્ર પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમની ઇચ્છા મુજબ તેમના પરિવાર દ્વારા દેહદાન કરવામાં આવ્યું. તેમના નિધન પર મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
પિતાની જેમ જયંત મેઘાણીએ પણ સાહિત્ય ક્ષેત્રે અદભૂત ચાહના મેળવી છે. જયંત મેઘાણીએ સપ્તપર્ણી, ધ સ્ટોરી ઓફ ગાંધી, અનુકૃતિ, રવિન્દ્ર-પુત્રવધુ જેવા અનેક પુસ્તકોના સર્જક છે. જયંત મેઘાણી પોતે ઉત્તમ કક્ષાના સર્જક અને અનુવાદક પણ હતા
નોધનીય છે કે, હાલમાં જ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ વર્ષ 1939માં લખેલ નવલકથા વેવીશાળને ભારતીય સંસ્કૃતિની 10 મહાન કૃતિઓમાં સ્થાન મળ્યુ છે. જ્યારે ભારત સરકારની સાહિત્ય અકાદમીએ આ નવલકથાની આવૃતિનો રશિયન અને ચાઇનીઝ ભાષામાં અનુવાદ કરી પ્રકટ કરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
