Ahmedabad/ AMCની સંચાલિત આ લાઈબ્રેરીની ઘોર બેદરકારી આવી સામે

રાજ્યમાં સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક લાઈબ્રેરી ચલાવવામાં આવે છે, જે શહેરના લોકો માટે ઉપયોગી નીવડતી હોય છે.

Ahmedabad Gujarat

રાજ્યમાં સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક લાઈબ્રેરી ચલાવવામાં આવે છે, જે શહેરના લોકો માટે ઉપયોગી નીવડતી હોય છે. પરંતુ આ કોરોનાના કાળમાં AMC સંચાલિત અને નારણપુરા વિસ્તારમાં આવેલી ડી કે પટેલ હોલ લાયબ્રેરીમાં ઇન્ચાર્જ દાદાગીરી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે.

ડી કે પટેલ હોલ લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ જયારે આવે છે, ત્યારે ઇનચાર્જ પિયુષ વિદ્યાર્થીઓને યોગ્ય જવાબ આપતા નથી તેમજ ચાલુ ડ્યુટીમાં સુઈ જતા હોવાનું સામે આવ્યું છે. આજે બપોરે વિદ્યાર્થીઓ વાંચનાલયમાં ગયા હતા, જ્યાં 12 વાગ્યાની આસપાસ જ્યારે વિદ્યાર્થીઓ વાંચનાલય પહોંચ્યા હતાં. ત્યારે ઇન્ચાર્જ ઓન ડ્યુટી આરામ ફરમાવો રહ્યા હતા. જો તે દરમિયાન વિદ્યાર્થીઓ કઈ કવેરી લઈને જાય તો ઇન્ચાર્જ તેમને ધમકાવી નાખે છે.

આ અંગે વિદ્યાર્થી દ્વારા જણાવવામાં આવ્યું કે, આજે બપોરે 12 વાગે અમે ઇન્ચાર્જની કેબિનમાં ગયા તો તે સૂઈ રહ્યા હતા, જેથી મે ફોટો પાડીને ટવીટ કર્યા છે. આ ઇન્ચાર્જ કાયમી બપોરે સૂઈ જાય છે. તેમજ વિદ્યાર્થીઓ સાથે દાદાગીરી કરે છે. તેમજ તે સમયસર પણ આવતા નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…