કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ (સેક્યુલર) નેતા એચડી કુમારસ્વામીએ કોંગ્રેસ પાર્ટી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. આ સાથે જ તેમણે ભાજપના વખાણ પણ કર્યા છે. તેમણે કહ્યું છે કે, જો ભાજપ સાથે તેમના સંબંધો સારા હોત તો તેઓ આજે પણ મુખ્ય પ્રધાન જ હોત. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણ હોવાને કારણે તેમણે બધું ગુમાવ્યું છે.
કુમારસ્વામીએ કહ્યું, ‘જો મેં ભાજપ સાથે સારા સંબંધો જાળવ્યા હોત તો હું મુખ્ય પ્રધાન હોત. 2006-2007માં અને 12 વર્ષના ગાળામાં મેં જે શુભેચ્છા મેળવી હતી તે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણને કારણે બધું ગુમાવી દીધી.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘2018 માં મુખ્યમંત્રી બન્યા પછી મેં માત્ર એક મહિનાના સમયમાં આંસુ કેમ વહ્યા ? મને ખબર હતી કે શું ચાલે છે. વર્ષ 2018 માં કોંગ્રેસે મારી સાથે જે રીતે કર્યું તે રીતે ભાજપે 2008 મને નુકસાન નથી કર્યું.
Why did I shed tears in just a month's time after I became CM in 2018? I knew what was going on. The BJP did not hurt me in 2008 the way the Congress did in 2018: HD Kumaraswamy, former Karnataka CM and JD(S) leader (5.12) https://t.co/1jxLp9i7TS
— ANI (@ANI) December 5, 2020
જેડીએસ નેતા કુમારસ્વામીએ અગાઉ કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને કોંગ્રેસ પાર્ટીને ‘હોર્સ ટ્રેડિંગ’ (ઘોડાના વેપાર) નું બીજું નામ ગણાવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસ રાજકીય પક્ષોને વહેંચવામાં અને ધારાસભ્યો ખરીદવામાં નિષ્ણાત છે અને તેના કારણે જ ‘હોર્સ ટ્રેડિંગ’ શબ્દનો ઉપયોગ થયો.
કુમારસ્વામીએ કોંગ્રેસનાં ભાજપ વિરુદ્ધનાં રાષ્ટ્રવ્યાપી લોકશાહી બચાવો અભિયાનની વિરુદ્ધમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં સરકાર બનાવવા માટે તેમને ટેકો આપનારા બસપા ધારાસભ્યોને લાલચ આપવામાં આવી. શું આ ખરીદી નથી? ‘
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
