ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કહેર છવાયેલો છે. જેના કારણે રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. ત્યારે આવા ગાંધીનગર પાસેના ગીયોડ ગામના યુવકોએ ક્રિકેટ મેચ જીત્યા બાદ પોલીસની મંજૂરી વિના રેલી કાઢી કોરોનાને આમંત્રણ આપતા હોય તેવું સામે આવ્યું છે. આ અંગેનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : AMCની સંચાલિત આ લાઈબ્રેરીની ઘોર બેદરકારી આવી સામે
મળતી માહિતી અનુસાર, રાજ્યના પાટનગર નજીક આવેલા ગીયોડ ગામમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટ જીતી ચૂકેલા છાલા ગામના યુવકોએ બાઈક પર વિજય સરઘસ કાઢ્યું હતું. જેમાં ગીયોડથી છાલા વચ્ચે મોડી રાત્રે ડીજેના તાલે બાઈક રેલી નીકળી હતી. આ સરઘસમાં જોડાયેલા મોટાભાગના યુવકો માસ્ક વિના જોવા મળ્યા હતા. આટલું જ નહીં, આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડી રહ્યાં હતા.
આ પણ વાંચો : અમદાવાદના શ્યામ શિખર ટાવરમાં લાગી ભીષણ આગ, અનેક દુકાન બળીને ખાખ
જો કે આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ ગાંધીનગર પોલીસ હરકતમાં આવી હતી. જે બાદ વીડિયોના આધારે રેલીમાં જોડાયેલા યુવકોની ઓળખ કરીને તેમની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
