Political/ ખેડૂત આંદોલન પાછળ જો ચીન-પાકિસ્તાન છે તો તુરંત જ કરો સર્જીકલ સ્ટ્રાઇક : સંજય રાઉત

કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનાં આંદોલન અંગે એક અજીબ જ નિવેદન આપ્યું છે.

Top Stories India

કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનાં આંદોલન અંગે એક અજીબ જ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, ત્રણ નવા કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગણી સાથે ચાલી રહેલા ખેડૂતોનાં વિરોધ પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે. કેન્દ્રીય પ્રધાનનાં આ નિવેદન બાદ વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર આક્રમક બની ગઈ છે. શિવસેનાનાં નેતા સંજય રાઉતે કટાક્ષ કરતા ચીન અને પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની વાત કરી છે.

જ્યારે સંજય રાઉતને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેનાં નિવેદન વિશે એક સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે, જો કોઈ કેન્દ્રીય મંત્રી જાણ કરે કે ખેડૂત આંદોલન પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે, તો સંરક્ષણ મંત્રીએ તાત્કાલિક ચીન અને પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવી જોઈએ. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાને આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ.

આપને જણાવી દઇએ કે, બુધવારે મહારાષ્ટ્રનાં જાલના જિલ્લામાં આરોગ્ય કેન્દ્રનાં ઉદ્ઘાટન દરમિયાન કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે, ‘જે આંદોલન ચાલી રહ્યું છે તે ખેડૂતોનું નથી. આ પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે. આ દેશમાં મુસ્લિમોને પહેલા ઉશ્કેરવામાં આવ્યા હતા. (તેમને) શું કહેવામાં આવ્યું? એનઆરસી આવી રહ્યું છે, સીએએ આવી રહ્યું છે અને છ મહિનામાં મુસ્લિમોએ આ દેશ છોડવો પડશે. શું એક પણ મુસ્લિમે દેશ છોડ્યો?’

રાવસાહેબ દાનવેએ વધુમાં કહ્યું હતું કે, ‘તે પ્રયત્નો સફળ થયા ન હોતા અને હવે ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે તેમને નુકસાન સહન કરવું પડશે. આ અન્ય દેશોનું કાવતરું છે. જો કે, મંત્રીએ કયા આધાર પર દાવો કર્યો હતો કે બંને પાડોશી દેશો ખેડૂતોનાં વિરોધ પાછળ છે તેનો ખુલાસો કર્યો નથી. દાનવેએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોનાં વડા પ્રધાન છે અને તેમનો નિર્ણય ખેડૂતો વિરુદ્ધ નહીં હોય.

પાકિસ્તાનની અવડચંડાઈનો ભારતે આપ્યો જવાબ, બે ચોકી કરી નષ્ટ

એલન મસ્કનાં મંગળ ગ્રહનાં મિશનને મોટો આંચકો, ઉડાન બાદ સ્ટારશિપ રોકેટમાં વિસ્ફોટ

US માં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં તૂટ્યા તમામ રેકોર્ડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો