New Delhi/ જામીન માટે લાલુ પ્રસાદ યાદવે જોવી પડશે રાહ, અરજી પર સુનાવણી 6 સપ્તાહ સુધી ટળી

ઘાસચારા કૌભાંડ સંબંધિત કેસમાં શુક્રવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી

Top Stories India

ઘાસચારા કૌભાંડ સંબંધિત કેસમાં શુક્રવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી કારણ કે લાલુપ્રસાદ યાદવની સજાનો અડધો સમય સમાપ્ત થયો નથી, અને વહેલી મુકત કરવા માટે આ એક આવશ્યક શરત છે. આ સમય પૂર્ણ થવા માટે 40 દિવસ બાકી છે.

અગાઉ આ સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી કારણ કે સીબીઆઈએ ઝારખંડ હાઈકોર્ટમાં પોતાનો પક્ષ દાખલ કર્યો ન હતો. ભ્રષ્ટાચારના કેસમાં ચાર વર્ષની સજા ભોગવી રહેલા લાલુપ્રસાદ યાદવને અન્ય ઘણા કેસોમાં જામીન મળી ચૂક્યા છે. લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ આ છેલ્લો કેસ છે અને આ વખતે પણ તેમને જામીન પર મુક્ત કરવામાં આવે તેવી સંભાવના છે.

ગયા મહિને યોજાયેલી સુનાવણીમાં તેમના વકીલ કપિલ સિબ્બલે સીબીઆઈ પર ‘ઇરાદાપૂર્વક જામીન અરજીમાં વિલંબ’ કરવાનો આક્ષેપ કર્યો હતો.

દુમકા ટ્રેઝરી કેસમાં લાલુ યાદવને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. લાલુ પ્રસાદ યાદવના વકીલે સજાની અડધી અવધિ પૂર્ણ થવાના આધાર પર જામીન માટે અરજી કરી છે.

આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. જો લાલુ પ્રસાદ યાદવને જામીન મળી જાય છે તો તેઓ જેલમુક્ત થઇ શકશે. લાલુ યાદવ દ્વારા ઝારખંડ હાઇકોર્ટ માં દુમકા કોશાગાર થી ગેરકાયદેસર રીતે નિકાસ સાથે જોડાયેલા કેસમાં જામીન માટે અરજી કરવામાં આવી છે.

લાલુ પ્રસાદ યાદવના વકીલ પ્રભાત કુમારે જણાવ્યું છે કે કુલ સજાનો અડધો સમય કાપી દીધો છે જેને આધાર બનાવીને જામીન માટે અરજી કરવામાં આવી છે. ગત મહિને ઝારખંડ હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલ ચાઇબાસા કોશાગાર માંથી ગેરકાયદેસર રીતે નિકાસ મામલે નિયમિત જામીન આપ્યા હતા.

શું બંગાળમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન ? રાજ્યપાલ ધનખડેએ મમતા બેનર્જીની કાઢી ઝાટકણી

જે.પી નડ્ડા પર હુમલા બાદ ભાજપના નેતાઓ લાલઘૂમ, દિલીપ ઘોષે કહ્યુ, અમે બદલો પણ…

કોંગ્રેસ પર શિવસેનાના નેતા સંજય રાઉતે સાધ્યું નિશાન, કહ્યું- દેશની સૌથી જૂની પાર્ટી…

કૃષિ કાયદા વિરુધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ખેડૂતો, PM મોદીએ લોકોને કરી આ અપીલ

CM યોગી આદિત્યનાથે કહ્યું ક્યારે મળશે કોરોના વાયરસ વેક્સિન?

સિંઘુ બોર્ડર પર તૈનાત દિલ્હી પોલીસના બે IPS અધિકારીઓ કોરોના પોઝિટિવ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…