Auto/ Hyundai i20 ખૂબ થઇ રહી છે સેલ, માત્ર 40 દિવસમાં 30 હજાર કાર થઇ બુક

Hyundai એ તેની પ્રખ્યાત પ્રીમિયમ હેચબેક કાર Hyundai i20 ની નવી જનરેશનને અહીંનાં બજારમાં ગયા મહિનામાં જ લોન્ચ કરી હતી. આ પ્રીમિયમ કારને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે…

Tech & Auto

Hyundai એ તેની પ્રખ્યાત પ્રીમિયમ હેચબેક કાર Hyundai i20 ની નવી જનરેશનને અહીંનાં બજારમાં ગયા મહિનામાં જ લોન્ચ કરી હતી. આ પ્રીમિયમ કારને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કંપનીનો દાવો છે કે આ કાર લોન્ચ થયાનાં માત્ર 40 દિવસમાં જ કંપનીએ તેના 30 હજાર યુનિટ્સ માટે બુકિંગ નોંધ્યા છે.

નવી Hyundai i20 ની આ સફળતા અંગે, કંપનીનાં વેચાણ, માર્કેટિંગ અને સર્વિસ ડિરેક્ટર તરુણ ગર્ગે કહ્યું કે, આ કારને ગ્રાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ કારની ઉત્તમ બુકિંગ સાથે, લગભગ 10 હજાર ગ્રાહકોની આ નવી કારની ડિલિવરી પણ મળી છે. કંપનીને આશા છે કે ગ્રાહકોને ભવિષ્યમાં પણ આ કાર ગમશે.

All-new Hyundai i20: Variants explained - CarWale

આ વેરિઅન્ટની વધુ માંગ છે:

ગ્રાહકો સૌથી વધુ નવી i20 નાં હાઈ વેરિઅન્ટ જેવા Sportz, Asta અને Asta (O) ને પસંદ કરી રહ્યા છે. કંપનીએ આ વેરિઅન્ટમાં અત્યાધુનિક સુવિધાઓ શામેલ કરી છે. આ કાર માટેનાં તમામ બુકિંગમાંથી, લગભગ 85% ગ્રાહકોએ આ વેરિઅન્ટ પસંદ કર્યા છે. આ વેરિયન્ટમાં બ્લૂલિંક, ઓક્સીબૂસ્ટ એર પ્યૂરિફાયર, Bose નાં 7 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ છે.

2020 Hyundai i20 To Launch On November 5, Pre-Bookings Open Now

કાર ત્રણ એન્જિન વિકલ્પો સાથે બજારમાં ઉપલબ્ધ છે. તેના એક પ્રકારમાં 1.5 લિટર CRDi ડીઝલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી પેટ્રોલ વર્જનમાં, કંપનીએ 1.2 લિટર કપ્પા પેટ્રોલ અને 1.0 લિટર ટર્બો જીડીઆઈ પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ કાર 5 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ iMT (ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન) અને 7 સ્પીડ ડીસીટી ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. તેની કિંમત 6.8 લાખ રૂપિયાથી 11.33 લાખની વચ્ચે છે.

Tata મોટર્સ લઇને આવી રહ્યુ છે નવી Altroz, જાણો ક્યારે

Vi લઇને આવ્યુ છે Unlimited Data અને ફ્રી કોલિંગ, જાણો એક ક્લિંક પર

Suzuki લોન્ચ કરવા જઇ રહ્યુ છે તેનુ ઇલેક્ટ્રિક સ્કૂટર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…