@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ
પંચમહાલ જિલ્લાનાં કાલોલ તાલુકાનાં ઘુસર સુરેલી હદ વિસ્તારની ગોમા નદીમાં ખાણ ખનીજ વિભાગે છાપો મારતા બે વાહન ઝડપાયા છે. અહી તંત્રએ રેતી ચોરો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

કાલોલ તાલુકાનાં ઘુસર અને સુરેલી પંચાયત હદમાં વહેતી ગોમા નદી ખનન માફિયાઓ માટે વિખ્યાત છે. આ વિસ્તારમાં કોઈ સેહશરમ વિના બેફામ રીતે થતા રહેલા ગેરકાયદે રેતી ખનન સામે ઘુસર અને સુરેલી ગામના સરપંચો દ્વારા વહીવટીતંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે, ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાં ઓચિંતી રેડ કરવા આવે છે, ત્યારે રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા તેમની કામગીરીમાં વિક્ષેપ કરવાના પણ કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. જે મધ્યે ગુરૂવારના રોજ જિલ્લા ખાણ ખનીજ વિભાગને મળેલી બાતમીના આધારે સવારે કાલોલ અને વેજલપુર પોલીસ કાફલા સાથે ખાણ ખનિજ વિભાગ દ્વારા સુરેલી ઘુસરના નદી પટમાં છાપો મારતા નદીમાંથી એક રેતી ભરવાનું લોડર અને એક રેતી ભરતું ટ્રેક્ટર ઝડપી પાડ્યુ હતું.

જોકે છાપાની ભણકને કારણે બીજા અન્ય ટ્રેક્ટરો ફરાર થઈ ગયા હતા. જે રેતી ખનન મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપાયેલા બંને વાહનો વેજલપુર પોલીસ મથકે ડિટેઇન કર્યા હતા. જોકે ઝડપાયેલા સાધનોના માલીકોના નામ ઠામ હજુ સુધી મળ્યા નથી.તેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાલ બિનવારસી ગણીને વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ નદી પટમાં ખનનની માપણી કરી રેતી ખનન કરતા સંડોવાયેલા ઈસમો સામે દંડનીય રાહે કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રેતી ખનનના મામલે તંત્રના છાપા પહેલા વહેલી સવારે રેતી ખનન કરતા વેજલપુર અને સુરેલીના વાહન ચાલકો વચ્ચે મામલો ગરમાયો હોવાનુ પણ જાણવા મળ્યું હતું.
અમદાવાદના આ યુવાને આત્મનિર્ભર બનવા એવું તો શું કર્યું કે, કિસ્સો બન્યો પ્રેરણાદાયી
વ્યક્તિ દીઠ બે ડોઝ, રાજકોટ સહિત રાજ્યભરમાં આ રીતે થશે કોરોના રસીકરણ
કૃષિ બિલ મામલે ગોરધનભાઈ ઝડફિયાએ ભાજપના કાર્યકરોને કર્યા માહિતગાર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
