ગુજરાત રાજ્યમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે અવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આજ રોજ વહેલી સવારનાં સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મૃત્યુ થયું છે.
સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર તાલુકાનાં ઝમર પાસે વહેલી સવારનાં સમયે સર્જાયેલી કરૂણાંતિકામાં ડ્રાઇવરનું કેબિનમાં જ મૃત્યુ થતા જાનહાનિ સર્જાઇ છે. જો કે, અકસ્માતનાં પગલે હાઇવે પર સીરામીકનો પાવડર ઢોળાઈ જતાં ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સર્જાયા હતા. આ અકસ્માતમાં કપચી ભરેલો ડમ્પર તેમજ સીરામીક પાવડર ભરેલા ટ્રક વચ્ચે ઘડાકો બોલી ગયો હતો. અકસ્માતનાં પગલે સીરામીકનો પાવડર રસ્તામાં ઢોળાયો હતો.

આ સીરામીક પાવડર ભરેલા ટ્રકનાં ડ્રાઇવરનું કેબિનમાં જ મૃત્યુ થયું હતું. જોકે, પાવડર રસ્તા પર રેલાઈ જતા ટ્રાફિક જામ થયુ હતું. ડ્રાઇવરને કોઈ પણ પ્રકારની સારવાર મળે તે અગાઉ જ તે મૃત્યુને ભેટ્યો હતો. ડ્રાઇવરનો હાથ બહુ જ વિચ્છેદિત અવસ્થામાં હતો તેમજ તેને ખુબ જ મુશ્કેલીએ બહાર કાઢ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
