Gujarat/ આ ગામેથી લગ્નની 17 જાન લીલા તોરણે પાછી ફરી, જાણો કેમ…?

મળી રહેલી માહિતી અનુસાર, અમરેલીનાં ચાંદગઢ ગામે સમૂહ લગ્નનું આયોજન કારાયું હતું અને આ સમૂહ લગ્નમાં 17 જેટલા નવદંપતિ પ્રભુતામાં પગલા પાડવાના હતા…

Gujarat Others

@પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અમરેલી

મળી રહેલી માહિતી અનુસાર, અમરેલીનાં ચાંદગઢ ગામે સમૂહ લગ્નનું આયોજન કારાયું હતું અને આ સમૂહ લગ્નમાં 17 જેટલા નવદંપતિ પ્રભુતામાં પગલા પાડવાના હતા, ત્યારે આ 17 જેટલા નવ દંપત્તિઓને કોરોના મહામારીનો ડંખ અમરેલી તાલુકા પોલીસે આ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી જે આ સમૂહ લગ્નનું આયોજનની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્નનાં આયોજકો સામે ગુન્હો નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, અંગર દેધ કોરોના મહામારીથી પીડાઈ રહ્યો છે ત્યારે આવા સમયે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવનાં કારણે સરકાર દ્વારા ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી છે ત્યારે આવા બેખોફ આયોજકો કોઈ પણ પ્રકારની પરવાહ કર્યા વગર સત્તર – સત્તર જેટલા નવદંપતિઓનાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતુ. એ પણ એક વિચારવા જેવી બાબત છે ત્યારે અહીં સમૂહ લગ્નનું આયોજન માટે મંડપ અને ડેકોરેશનની પણ સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે અહીં 17 જેટલા નવદંપતિઓ જાન લઈને પહોંચી ગયા ત્યાં સુધી તંત્રને પણ બાદમાં જાણ થઈ હતી. જાણ થતાની સાથે 17 જેટલા નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડે તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે. કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર સમૂહ લગ્નનું આયોજન હોવાથી તમામ જાનો લીલા તોરણેથી પાછી ફરીનાં સમાચાર વાયુવેગે અમરેલી જિલ્લાભરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો