Ahmedabad/ શહેરનાં આ રહેણાંક વિસ્તારમાંથી ઝડપાઇ દારૂની ફેક્ટરી

31 ડિસેમ્બર નજીક આવી રહી છે, ત્યારે દારૂની ડિમાન્ડ વધી છે. આ ડિમાન્ડને પૂરી કરવા બે ભાઈઓ મળીને પોતાના આંબાવાડી સ્થિત રહેણાંક ફ્લેટમાં દારૂનાં મેન્યુફેક્ચરિંગ કરતા હતા….

Ahmedabad Gujarat

31 ડિસેમ્બર નજીક આવી રહી છે, ત્યારે દારૂની ડિમાન્ડ વધી છે. આ ડિમાન્ડને પૂરી કરવા બે ભાઈઓ મળીને પોતાના આંબાવાડી સ્થિત રહેણાંક ફ્લેટમાં દારૂનાં મેન્યુફેક્ચરિંગ કરતા હતા. આ સમગ્ર બાબત જ્યારે સામે આવી ત્યારે અહી ચકચાર મચી ગયો હતો.

અમદાવાદ શહેરનાં પોશ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાંથી વિદેશી બ્રાન્ડનો નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી. પોલીસે બાતમીનાં આધારે રેડ પાડી ફેક્ટરી ઝડપી પાડી છે. તેમજ બે આરોપીઓની ધરપકડ કરી છે. આપને જણાવી દઇએ કે, શહેરનાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમબ્રાન્ચ (PCB)ની ટીમે ગુરુવારે બંને ભાઈઓને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી લીધા હતા. આપને જણાવી દઇએ કે, નવા વર્ષની ઉજવણીમાં દારૂની વધુ માંગ હોવાથી લોકોને નકલી દારૂ વેચવા માટે સસ્તા અને હલકી ગુણવત્તાનો દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરી વેચવામાં આવે છે. આંબાવાડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ પાસે આવેલા કમલા એપાર્ટમેન્ટમાં હિતેન્દ્ર ઉર્ફે બંટી મહેન્દ્રભાઇ જૈન અને જીતેન્દ્ર ઉર્ફે ટીનો મહેન્દ્રભાઈ જૈન નકલી વિદેશી દારૂ બનાવે છે, તેવી બાતમીનાં આધારે પીસીબીએ દરોડો પાડ્યો હતો.

આરોપીઓ બ્રાન્ડેડ અને પ્રીમિયમ દારૂની બોટલો લાવીને પોતાના ઘરમાં તેમાં દેશી દારૂ ભરી દેતા હતા. PCB નાં અધિકારીએ કહ્યું કે, બંને આરોપીઓની ઓળખ હિતેન્દ્ર જૈન ઉર્ફે બન્ટી અને જીતેન્દ્ર જૈન ઉર્ફે ટીનો તરીકે કરવામાં આવી છે. બંને આંબાવાડીમાં શ્રેયસ ક્રોસિંગ નજીક કમલા એપાર્ટમેન્ટનાં ફ્લેટ નં-3 નાં રહેવાસી છે. બંને ભંગારમાંથી દારૂની ખાલી બોટલો એકઠી કરતા હતા. આ બાદ તેઓ બોટલ પર તે જ બ્રાન્ડનું નવું સ્ટીકર લગાવીને તેમાં દારૂ ભરી દેતા પછી શહેરના ભદ્ર અને રખિયાલ વિસ્તારમાં વેચતા હતા. તેમના સેટેલાઈટ અને વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં પણ ગ્રાહકો હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…