India/ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવાયો

ભારત સરકારે કોરોનાના નવા સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને ઘરેલું અને સ્થાનિક કમર્શિયલ ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને 31 જાન્યુઆરી સુધી લંબાવી દીધો છે. આ પ્રતિબંધ વિશેષ ફ્લાઇટ્સ અને

Top Stories
a

ભારત સરકારે કોરોનાના નવા સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને ઘરેલું અને સ્થાનિક કમર્શિયલ ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને 31 જાન્યુઆરી સુધી લંબાવી દીધો છે. આ પ્રતિબંધ વિશેષ ફ્લાઇટ્સ અને આંતરરાષ્ટ્રીય એર કાર્ગો કામગીરી પર લાગુ થશે.

Coronavirus India: Stop Bookings, No Decision On Flights From May 4:  Aviation Regulator DGCA

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ તમામ રાજ્યોને પત્ર લખ્યો હતો અને તેમને નવા વર્ષની ઉજવણીની વચ્ચે કોરોના ફેલાવનારી ઘટનાઓ પર નજર રાખવા કહ્યું છે.જેથી વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે અને તે પ્રમાણે ફલાઈટના લંબાવવા અંગે નિર્ણય લઈ શકાય. આ કારણોસર હવે થી તેમણે ફલાઈટ પરના પ્રતિબંધને લંબાવ્યો છે

corona vaccination / ભારતમાં રસીકરણ હમણાં નહીં કરી શકાય, 1જાન્યુઆરીએ બેઠકમાં લેવા…

Flight image free stock photos download (442 Free stock photos) for  commercial use. format: HD high resolution jpg images

આ અગાઉ, નવા કોરોના સ્ટ્રેનને કારણે ભારતે બ્રિટનથી આવતા-જતા વિમાનો પર હંગામી પ્રતિબંધ લગાવી દીધો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આ માહિતી આપી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગયા સપ્તાહે 23 થી 31 ડિસેમ્બર સુધી ભારત અને બ્રિટન વચ્ચેની એરલાઇન્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે પ્રતિબંધને હવે લંબાવવામાં આવ્યો છે.

Rajkot / મુખ્યમંત્રી આજે રાજકોટ એઈમ્સના ખાતમુહર્ત બાદ દ્વારકામાં કરશે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…