Not Set/ 31મીની ઉજવણીમાં ભાન ગુમાવ્યું છે તો મર્યા સમજો, ગૃહવિભાગનું જાહેરનામું,અધિકારીઓ રહેશે એલર્ટ

આમ તો ગુજરાતીઓ ઉજવણી માટે એક પણ મોકો છોડતા નથી ત્યારે વર્ષનો છેલ્લો દિવસ હોય તો મોકો કેમ છોડી શકે. પરંતુ વરસના આખરી દિવસ એટલે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી અંગે ગૃહવિભાગનું

Top Stories Gujarat
1

આમ તો ગુજરાતીઓ ઉજવણી માટે એક પણ મોકો છોડતા નથી ત્યારે વર્ષનો છેલ્લો દિવસ હોય તો મોકો કેમ છોડી શકે. પરંતુ વરસના આખરી દિવસ એટલે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી અંગે ગૃહવિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ કરવા લોકોને આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત પોલીસને પણ કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ કરાવવા મોટી છૂટછાટ આપાવામાં આવી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી અંગે ગૃહવિભાગનું જાહેરનામાની તમામ જિલ્લા પોલીસ વડા, રેન્જ IG, કલેક્ટરને સૂચના આપી દેવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ નિયમ ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહના આદેશ છૂટ્યા છે.

Party Pictures · Pexels · Free Stock Photos

fasTag / વાહનચાલકો માટે રાહતના સમાચાર ફાસ્ટેગની મુદત 15 ફેબ્રુઆરી સુધ…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યને સંબોધીને ગૃહવિભાગના જાહેરનામામાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો કડક અમલ કરાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. 31 ડીસેમ્બરને લઈને ગૃહ વિભાગનો તમામ જિલ્લા પોલીસ વડાઓ, રેન્જ આઈજી અને કલેક્ટરોને પત્ર લખવામાં આવી ચૂક્યો છે. 31 ડીસેમ્બરની ઉજવણી સંદર્ભે તકેદારી રાખવા આદેશ કરાયો છે.

photo0.jpg - Picture of Party on Box Disco, Roppongi - Tripadvisor

Rajkot / લોકશાહીમાં સરકારના હાથે સ્વતંત્રતા હણાઈ, અમે પોલીસના દંડા ખા…

આ ઉપરાંત નવા વર્ષની જાહેર અને દારૂનું સેવન કરીને વધામણી કરવાનું આ વખતે ગુજરાતના ચાર મહાનગરમાં રહેતા લોકોને અઘરુ પડે તેમ છે. શહેર પોલીસ કમિશનરે બુધવારે કરેલી જાહેરાત મુજબ, શહેર અને શહેર ફરતે જાહેર કે ખાનગી ઉજવણીઓ રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ થઈ ગઈ છે. નશો કરીને નિકળનારાને ચેક કરવા આ વખતે કોરોના મહામારીના પરિણામે પોલીસ કર્મી મોં સૂંઘીને તો નહીં જ કરે પરંતુ સામાન્યપણે અપનાવાતા બ્રેથ એનેલાઈઝર્સનો પણ ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે એટલે કે, નશો કર્યો હોવાની નાનકડી આશંકા પણ પડશે તો તે દરેક વ્યક્તિને હોસ્પિટલમાં બ્લડ આલ્કોહોલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે અને ત્યાં રિપોર્ટ મુજબ જ આગળની કાર્યવાહી થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…