Crime/ અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACB નાં સકંજામાં, જાણો શું છે મામલો

નવા વર્ષની શરૂઆતમાં જ લાંચ લેતો એક કિસ્સો સામે આવ્યો છે. જણાવી દઇએ કે, અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACB નાં સકંજામાં સપડાઇ ગયો છે. ..

Ahmedabad Gujarat

નવા વર્ષની શરૂઆતમાં જ લાંચ લેતો એક કિસ્સો સામે આવ્યો છે. જણાવી દઇએ કે, અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACB નાં સકંજામાં સપડાઇ ગયો છે. મળી રહેલી માહિતી અનુસાર,  અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો છે.

પોલીસનું કામ જનતાની રક્ષા કરવાનુ હોય છે પરંતુ ઘણીવાર આપણે સાંભળતા હોઇએ છીએ કે આ જ રક્ષક પોતાની જવાબદારી સાઇડમાં મુકી જનતાને લૂંટવાનો પ્રયત્ન કરતા હોય છે. જો કે દરેક પોલીસ કર્મીઓ વિશે આ પ્રમાણે કહેવુ ખોટુ રહેશે. જો કે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ રૂ.50 લાખની લાંચ માંગતો ACB નાં સકંજામાં આવી ગયો છે. આપને જણાવી દઇએ કે, વર્ષનાં અંતિમ દિવસે એન્ટી કરપ્શન બ્યૂરોની સૌથી મોટી રેડ સામે આવી છે. 2020 નાં વર્ષમાં 198 ગુના અને 307 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પોલીસકર્મી અને સરકારી અધિકારીઓ પણ સામેલ છે. ગુજરાત રાજ્યનાં આણંદમાંથી એક પોલીસ કર્મી અંદાજે 50 લાખ રૂપિયાની લાંચ લેતા ACB નાં હાથે ઝડપાયો છે. લાંચમાં પોલીસ કર્મચારી ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યનાં આણંદ, ખેડા અને અમદાવાદ ACBએ સંયુક્તપણે છટકું ગોઠવ્યું હતું. આ બાતમીનાં આધારે છટકું ગોઠવીને પ્રકાશસિંહ રાઓલ નામનાં હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

જણાવી દઇએ કે, ગુજરાત રાજ્યનાં આણંદમાં આવેલા એક રેસ્ટોરન્ટમાંથી લાંચ લેતા આ કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાઈ ગયા છે. કોન્સ્ટેબલ મોટા અધિકારીઓનો વહીવટદાર હોવાની શક્યતાઓ અહી સેવાઈ રહી છે. ખંભાત ખાતર કૌભાંડ કેસમાં લાંચ લીધી હોવાનું પણ અનુમાન છે. કૌભાંડીઓને બચાવવા મોટુ સેટિંગ થયાનું અનુમાન પણ છે. અધિકારીઓ અને રાજકારણીઓની સંડોવણી ખુલી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આપને જણાવી દઇએ કે, R.R.સેલે નકલી ખાતરનો જથ્થો પકડયો હતો. આણંદનાં આઇસક્રીમ પાર્લર પર આ સફળ ટ્રેપ થયુ છે. ત્રણ જિલ્લાની ACB કચેરીની કામગીરીનાં પગલે આ વિગત સામે આવી રહી છે. જો કે
આટલા મોટા લાંચ કેસમાં માત્ર કોન્સ્ટેબલની સંડોવણી તે વિચારવા લાયક બાબત ખરી? આ મામલે શું આગળ કોઇ ઉચ્ચઅધિકારીઓ પર સકંજો આવશે? આટલી મોટી લાંચ શું એક કોન્સ્ટેબલ માંગી શકે ખરો? મામલે શું મોટા માછલા ઝડપાશે કે છટકી જશે? આવા અનેકો સવાલ હાલમાં ઉભા થઇ રહ્યા છે જેનો જવાબ આવતા સમયમાં મળે છે કે નહી તે હવે જોવુ રહ્યુ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો