ગુજરાતમાં ફરી એક વખત નકલી ડિગ્રીનું ભૂત છાપરે ચડી ધુણ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ફરી એક વખત ગુજરાતનાં શિક્ષણ જગતને કલંકિત કરતા નકલી ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાત બાર કાઉન્સિલે નકલી ડિગ્રી કૌભાંડ ઝડપ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. ગુજરાતમાં આ લેભાગુ યુનિવર્સીટી વિદ્યાર્થીઓની ત્રણ-ત્રણ વર્ષની મહેનત સાથે પૈસા ઓળવી જતી હોવાનું સામે આવતા પ્રજા સહિત વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવામાં આવી રહ્યો છે.
Election / AIMIMનાં નેતાઓ ગુજરાત આવ્યા, RSS વડા ભાગવત અને ભાજપ પ્રમુખ ન…

પ્લાનીંગ સાથે ચલાવવામાં આવતા આ ગ્રેજ્યુએશનનાં નકલી ડિગ્રી કૌભાંડમાં ત્રણ વર્ષ ભણાવી ગ્રેજ્યુએટની નકલી ડિગ્રી અપાતી હતી.
ગ્રેજયુએશનની બોગસ ડિગ્રી લોકો લેતા અને તે લોકોને તો તે પણ ખબર નહોતી કે આ ડિગ્રી ઝોલ છે. ગુજરાતમાં શ્રીધર યુનિવર્સિટીનાં નામે આ સમગ્ર કૌભાંડ પાંગરેલું હોવાની વિગતો સામે આવી રહી છે. શ્રીધર યુનિવર્સિટીની નકલી માર્કશીટ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષની મહેનત અને મબલખ રુપીયાની ઘાસોટી બાદ અપાતી હતી.
માવઠું: રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે આ ક્ષેત્રોમાં આજે અને આવતી કાલે આ…

અમદાવાદમાં બોગસ ડિગ્રી કૌભાંડનો કેસ નોંધાયો હતો અને સુરત-સૌરાષ્ટ્રમાં પણ આ મામલે કહી શકાય કે શિકાર બનેલા 14 જેટલાં વિદ્યાર્થી સામે આવ્યા છે. ગુજરાત બાર કાઉન્સિલે સમગ્ર કૌભાંડ ઝડપ્યું છે, જેમા સામે આવતી વિગતો પ્રમાણે એક એકેડમીક વર્ષમાં 200 દિવસ કલાસ લેવામાં આવતા હતા અને બુક પણ આપવામાં આવતી. તમામ કાર્યો સુવ્યવસ્થિત રીતે કરવામાં આવતા, બસ ડિગ્રી જ નકલી આપવામાં આવતી. સમગ્ર કૌભાંડનો ગુજરાત બાર કાઉન્સિલની તપાસ બાદ પર્દાફાશ થયો. કૌભાંડ સામે આવતા જ ગ્રેજયુએશનનાં નામે ધંધો કરનારા ફરાર થઇ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. અનેક લોકો ભોગ બન્યા હોવાની આશંકા હોય આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવતા રાજ્યવ્યાપી મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શકયતા જોવામાં આવી રહી છે.
જુઓ સંપૂર્ણ વિગત સાથેનો આ વીડિયો અહેવાલ પણ – Ahmedabad: નકલી ડિગ્રી કૌભાંડનો થયો પર્દાફાશ | Scam |
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
