- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા
741 - રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો
246512 - ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ
5 - રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા
922 - ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા
232722 - રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા
9477
બ્રિટન બાદ કોરોનાનો નવો સ્ટ્રેનનો ભારતમાં પ્રવેશ થઇ ચુક્યો છે. જો કે ગુજરાત માટે રાહતનાં સમચાર છે કે ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ કહી શકાય કે કોરોનાનો કહેર કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 741 નવા કેસ નોંધાયા છે.
વળી ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસની વાત કરીએ તો તેે આંક 2,46,512 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 5 લોકોનાં મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 3 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4314એ પહોંચ્યો છે. જો કે આ સમયગાળામાં 922 દર્દીઓને ડિસ્ચાર્જ્ પણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 2,32,722 પર પહોંચી ગઇ છે. વળી રાજ્યમાં કોરોનાનાં એક્ટિવ કેસનો આંક 9,477 છે.
ઉલ્લેખનીય છેે કે, પાછલા દિવસોની સરખામણીએ હાલ ગુજરાતમાં કોરોના પૂર્ણ રીતે કાબૂમાં હોવાની આરે જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પાછલા દિવસોનાં પ્રમાણમાં અંશતઃ સતત ઘટાડો જોવામાં આવી રહ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
