ઝારખંડમાંથી ફરાર થયેલા અને મોસ્ટ વોન્ટેડ એવા નકસલીને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઝારખંડ પોલીસ અને સુરત સ્થિત કોસંબા પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા એક સંયુક્ત ઓપરેશનમાં આ નકસળીને ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતા અહેવાલ મુજબ, ગુડ્ડસિંહ સિંહ નામના નકસલીને સુરતના કોસંબામાંથી દબોચી લેવામાં આવ્યો હતો અને આ દરમિયાન તે કોસંબાના ફેડરીલ પાર્કમાં આવેલી એક કંપનીમાં છેલ્લા ત્રણ વાઈશથી મિકેનિક તરીકે કામ કરતો હતો.
આ પહેલા તે ઝારખંડમાં વર્ષ 2011 અને 2013 ના આર્મ્સ એકટ સહિતના ગુનાઓમાં વોન્ટેડ હતો અને ત્યારથી તે ફરાર થઈ ગયો હતો.પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલો આ નકસલી ઝારખંડના પલામુ જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે.આ દરમિયાન ઝારખંડ પોલીસે ત્રણ દિવસથી કોસંબા પોલીસ સાથે રહીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જે બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો.
છેલ્લા 8 વર્ષથી ઝારખંડથી ફરાર આરોપી વિરુધ ઝારખંડ માં 2011થી 2013 દરમ્યાન અલગ અલગ પોલસ મથકમાં આઈપીસી 147,148, 149,307,353,504,302,364, 34 આર્મ્સ એક્ટ 27 , એક્ષ્પ્લોસીવ સબ એક્ટ 3/5, સી એલ એ એક્ટ – 17 ,મુજબ 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી કોસંબા પોતાના પરિવાર સાથે રહી રહ્યો હતો અને કંપનીમાં કામ કરી રહ્યો હતો. જોકે આરોપી વિરુધ વાપી અને કોસંબામાં એકપણ ગેર કાયદેસર પ્રવૃત્તિના ગુના નોંધાયા નથી.
