Surat/ ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવા કિન્નર સમાજની માંગ

ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવા કિન્નર સમાજની માંગ

Gujarat Surat

@ધ્રુવ સોમપુરા, સુરત

કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવા બાબતે સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદન આપવા મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો હાજર રહ્યા હતા.

સુરતમાં કિન્નર સમાજના સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં  કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવા બાબતે માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેર અને તેની આજુબાજુના ગામોમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો વસે છે.

Political / ભાજપ અને સંઘ બંનેના સુપ્રીમો ગુજરાતમાં, શું હોઈ શકે છે રણનીત…

Bird / આવો ફરી કુદરતના ખોળે, જાણો વિશેષ રૂપાળું પક્ષી નીલકંઠ વિષે&#…

કિન્નર સમાજની ધાર્મિક અને અંતિમ વિધિ સામાજિક રીત રીવાજોથી અલગ થતી હોય છે. તેમજ મૃત્યુ પછી તેઓના દેહને સમાધી અપાતી હોય છે. હાલ નાનપુરા વિસ્તારમાં એક જ જગ્યા છે.અને હાલ ત્યાં પણ જગ્યાની અછત સર્જાઈ છે. સુરતમાં ૪૦૦ થી વધુ કિન્નર સમાજના લોકો ઉધના, પાંડેસરા, ગોડાદરા વિસ્તારમાં રહે છે. ત્યારે કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમક્રિયા માટે જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ahmedabada / જો તમે પાન મસાલાનાં શોખીન હોવ તો ચેતી જજો, આ નામાંકિત કંપનીન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો