ગુજરાતભરમાં કોરોના રસીકરણના ડ્રાય રનનું ગતરોજ આયોજન કરવામાં આવ્યું હતું જે સફળતા પૂર્વક પાર પડ્યું હતું. વેક્સિનેશનને લઇને ગુજરાતની તૈયારીઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગઈ છે. બે કોરોના વેક્સિનને ડીસીજીઆઇ દ્વારા ત્રણ જાન્યુઆરીના દિવસે મંજૂરી આપવામાં આવી છે. જેથી આગામી 13 અથવા તો 14 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ શરુ થવાની શક્યતા છે. સ્વાસ્થ્ય સચિવ દ્વારા આ વાતની માહિતિ આપવામાં આવી છે.
Covid-19 / દેશમાં વધુ એક દિવસ કોરોના કંટ્રોલમાં, છેલ્લાં 24 કલાકમાં મા…
UK / UKમાં નવો સ્ટ્રેન બન્યો મહાઆફત,24 કલાકમાં જ 60,900થી વધુ કેસ…
Covid-19 / ઈઝરાયેલે ફરી જાહેર કર્યું લોકડાઉન, નવા સ્ટ્રેનના આટલા કેસ આવ…
એક અંદાજ પ્રમાણે જુલાઇ સુધીમાં 1.23 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવશે. 40 હજાર બુથો પર 16 હજાર આરોગ્યકર્મી આ કાર્યક્રમમાં હાજર રહેશે. વેક્સિન અપાયેલી વ્યકિતને 1 કલાક સુધી બુથ ઉપર ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે. રાજ્યમાં વેક્સિન મુદ્દે ડ્રાયરનનો કાર્યક્રમ સફળ રહ્યો હતો. પહેલા તબક્કાની અંદર સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રંટલાઇન વર્કર અને 50 વર્ષથી ઉપરના લોકોનો સમાવેશ થાય છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
