Rajkot/ ઓછી કિંમતમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસના 7મીથી ફોર્મ વિતરણ : મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલ

રાજ્યના મુખ્યમંત્રીશ વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં દેશના  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જેનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું તે લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નવીનતમ ટેકનોલોજી દ્વારા આર્થિક રીતે નબળા

Gujarat
1

રાજ્યના મુખ્યમંત્રીશ વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં દેશના  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જેનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું તે લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નવીનતમ ટેકનોલોજી દ્વારા આર્થિક રીતે નબળા લોકો (EWS-2) લોકો માટે કુલ 1144 આવાસ માટે જે કુટુંબની વાર્ષિક આવક ૩ લાખ સુધીની હોય તેવા લોકો આ આવાસનો લાભ લઇ શકશે.રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રૈયાધાર STPની સામે, પરશુરામ મંદિર પાસે, રૈયા રોડ ખાતે નિર્માણ પામનાર, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના GHTC-1 (લાઈટ હાઉસ પ્રોજેક્ટ)ના 1144 આવાસો માટે તા.7-1-2020 થી તા.22-1-2021સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે.

PM Modi lays foundation stone of Light House Projects in 6 cities; check  pics

Supreme Court / લવ જેહાદના કાયદા પર પ્રતિબંધ નહીં મૂકી શકાય : સુપ્રીમ કોર્ટ…

રાજકોટ મહાનગરપાલિકાના છ (6) સિટી સિવિક સેન્ટર અને ICICI બેન્કની શાખાઓ પરથી ફોર્મ મેળવી-પરત કરવાની સુવિધા લોકોને પ્રાપ્ત થશે તેમ મ્યુનિ. કમિશનશ ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.આ આવાસ માટેના ફોર્મની કિમત રૂ. 100/- રહેશે. ફોર્મની સાથે આવાસની માહિતી પુસ્તિકા પણ મળશે.રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ. (ICICI) બેન્કની વિવિધ શાખા ઉપરાંત છ (6) સિટી સિવિક સેન્ટર પરથી તારીખ:7-1-2021 થી તા.22-1-2021 સુધીમાં આ યોજના માટેના અરજીપત્રકો મેળવી પરત કરી શકાશે.

PM Modi will e-bhumi pujan of light house project in Rajkot

USA / રાષ્ટ્રપતિ ટ્રમ્પે જતા પહેલા આપ્યો ચીનને મોટો ઝટકો…

આ આવાસ યોજનામાં એક આવાસનો લધુતમ કારપેટ એરિયા અંદાજિત 40.00 ચો.મી. રહેશે. જેમાં એક રૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોઇલેટની સુવિધા આપવામાં આવશે. આ આવાસની તથા આવાસના સ્થળની ફાળવણી કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા થશે.સિટી સિવિક સેન્ટર પરથી ઓફીસ સમય દરમ્યાન ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આવાસ યોજનાના ફોર્મમાં જરૂરી માહિતી ભરીને તારીખ: 22-1-2021 સુધીમાં નાગરિકોએ ફોર્મ પરત કરવાના રહેશે. મૂદત વિત્યા પછી નાગરિકોના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ, તેથી જાહેર જનતાને અપીલ કે સમયસર ફોર્મ ભરીને સિવિક સેન્ટર અને ICICI બેંકમાં પરત કરી આપે.આઈ.સી.આઈ.સી.આઈ. (ICICI) બેન્કની તમામ શાખા ઓમાં તેમજ રાજકોટ મહાનગરપાલિકાના છ(૬) સિટી સિવિક સેન્ટરખાતે ભરી શકાશે.

Business / મુકેશ અંબાણીને મોટો ફટકો: ટોપ -10 ધનિકોની યાદીમાંથી બહાર પણ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…