Jamnagar/ નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગ મામલે નવો વળાંક…ફરિયાદી જ નીકળી આરોપી….

નિશા ગોંડલીયા પર થયું હતું ફાયરિંગ મામલે ચોકાવનારો ખલાસો, તો નિશાએ કહ્યું..

Top Stories Gujarat Others

જામખંભાળીયામાં નિશા ગોંડલીયા ઉપર થયેલા ફાયરીંગ મામલે ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરી છે. ગુજરાત ATS અને દ્વારકા SOGએ  હથિયાર સાથે બે શખ્સોની આ કેસમાં ધરપકડ કરી છે.

બિટ કોઈનમાં સંકળાયેલ નિશા ગોંડલીયા પરવર્ષ ૨૦૧૯મ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. મૂકેશ સિંધી અને અયુબ દરજાદાની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમ ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, આ ફાયરીંગ નિશા ગોંડલીયાએ જાતે  કરાવ્યું હતું અને ફાયરિંગનો આક્ષેપ જયેશ પટેલ-યસપાલ જાડેજા પર નાંખ્યો હતો. નિશા ગોંડલીયા, જયેશ પટેલ, અને યશપાલ જાડેજા ત્રણે વચ્ચે આર્થિક વ્યવહારો હોવાનુ સામે આવ્યું છે.

આ ઘટના બાદ જામનગર ખાતે નિશા ગોંડલિયાનો ઓડિયો  સામે આવ્યો  છે. જેમાં નિશાએ પોલીસ પર  ખોટા કેસમાં ફસાવાનો આરોપ મુક્યો છે.  તો સાથે ધ્રુતી જયેશ રાણપરિયાના નામનો કર્યો ઉલ્લેખ કર્યો છે. નિશાને કંઈ થાય તો ધ્રુતી જયેશ રાણપરીયા જવાબદાર હોવાનો ઉલ્લેખ છે. જો કે મંતવ્ય ન્યૂઝ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું.

ઉલ્લેખનીય છે કે, જામનગરની નિશા ગોંડલીયા દ્વારા કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલનું વિરુદ્ધ ઉચ્ચકક્ષાએ પોલીસને કરેલી અરજીમાં કરવામાં આવી હતી. બિટકોઇન મામલામાં જયેશ પટેલ દ્વારા નિશા ગોંડલીયાને ફસાવવામાં આવતા હોવાનો નિશા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ નિશા ગોંડલિયા પર ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા જીવલેણ હુમલાઓ અને જાનથી મારી નાખવાની વારંવાર ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી. જામનગરના ચકચારી એડવોકેટ કિરીટ જોષીની હત્યાના બનાવમાં નિશા ગોંડલીયા સાક્ષી છે. આ પ્રકરણમાં જામનગરના કુખ્યાત જયેશ પટેલનું નામ ખુલ્યું હતું

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…