@રીઝવાન શેખ, અમદાવાદ
કાગડાપીઠ, દાણીલીમડા અને દરિયાપુર વિસ્તારમાંથી 14 જેટલા જુગારીઓની પોલીસે ધરપકડ કરીને આશરે કુલ 50 હજારથી વધુનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી ફિરદોશ મસ્જિદ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા ચાર ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી. મોહમદ રશીદ શેખ, અસ્લમ પઠાણ, અબ્દુલ વાહીદ રંગરેજ અને મોહમ્મદ સલીમ શેખ ની અંગ ઝડતી કરતા તેમના પાસેથી કુલ રોકડા 3100 રૂપિયા મળી આવ્યા હતા. જે પોલીસે જપ્ત કરીને તમામ જુગારીઓની સામે કાયદેસરની કાયર્વાહી હાથ ધરી હતી.
જોકે, કાગડાપીઠ પોલીસે પણ હીરાભાઈ માર્કેટ પાસેથી જુગાર રમતા હિતેશ પરમાર, પ્રકાશ અઘારા ,કમલેશ ઠાકોર અને દિલાવરસિંહ ચાવડા ની ધરપકડ કરી હતી. રોકડા નાણાં 12 હજારથી વધુ 03 મોબાઈલ નંગ જેની કિંમત 15 હજાર સહિતનો કુલ મુદામાલ આશરે 28 હજારનો જપ્ત કરીને તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
Stock Market / શેરબજારમાં નવો ઇતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 49,000 ને પાર
દરિયાપુર પોલીસને બાતમી મળી હતી કે યાહયા ફ્લેટ પાસે જાહેર માં બિન્દાસ્ત પણે જુગાર ચાલી રહ્યો છે. પોલીસે બાતમીના સ્થળે દરોડા પાડીને મોહમ્મ્દ નકીબ શેખ , મોમીન શેખ, ઈરફાન શેખ , સફ્વાન શેખ, અને સલમાન શેખને રંગેહાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે તેમની શારીરિક ચકાસણી કરતા રોકડા 13 હજાર રૂપિયા તેમજ 03 મોબાઈલ નંગ જેની કિંમત 11 હજાર સહિતનો કુલ મુદામાલ 25 હજાર નો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
bird-flu / દેશના તમામ પ્રાણી સંગ્રહાલયોને દૈનિક રીપોર્ટ કરવા આદેશ…
ઉના / પોલ્ટ્રીફાર્મ કેન્દ્રમાં પાંચ દિવસમાં 100 થી વધુ મરધાના મોત …
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
