Vadodara News/ વડોદરાની નારાયણ શાળાની દીવાલ ધરાશાયી થતાં બે બાળકો દટાયા

હાલ બાળકો સારવાર હેઠળ છે…..

Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરાની નારાયણ શાળાની ચાલુ શાળાએ દીવાલ ધરાશાયી થતાં બાળકો ઘાયલ થયા છે. બે બાળકો દટાયા છે. પ્રથમ માળની દીવાલ તૂટી ગયા હોવાનું જાણવા મળેલ છે. હાલ બાળકો સારવાર હેઠળ છે.

ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલય શાળાની પહેલા માળની દીવાલ ધરાશાયી થતા બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સૂત્રો મુજબ શાળાને ખાલી કરાવવામાં આવી રહી છે. નારાયણ શાળાના સંચાલકોએ ફાયર બિગ્રેડની ટીમને જાણ કરી હતી, ફાયરની ટીમે રેસ્કયુ ઓપરેશન શરૂ કર્યું છે. શાળાના નીચેના ભાગે સાયકલ પાર્ક કર્યા બાદ શાળામાં પ્રવેશવાની છતનો ભાગ તૂટી પડ્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે અને તેને 2 – 4 ટાંકા આવ્યા છે. બાલ્કનીની અંદર અને બહારનો ભાગ ધરાશાયી થયો છે. આ કાટમાળમાં 5 થી 7 જેટલી સાયકલો દબાઇ ગઇ છે. શાળાનું બિલ્ડીંગ 2001માં બંધાયું હતું તેમ જાણવા મળેલ છે.

કોર્પોરેટરે જણાવ્યું કે, આ બાબત ગંભીર છે. મેં અત્યારે શિક્ષક જોડે વાત કરી તો તેમને શાળા જર્જરિત હોવાની ના પાડી. હાલમાં બારીઓમાં રિનોવેશન કામ ચાલી રહ્યું છે. જોકે, જ્યાં જર્જરિત હતું ત્યાં કામ કરવાની જરૂર હતી. રિનોવેશનની જરૂર હતી તેમ છતાં શાળા સંચાલકોએ કરાવ્યું નહોતું. જે ભાગ ધરાશાયી થયો ત્યાં સાયકલનું પાર્કિંગ હતું. બાળકો સાયકલ લેવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની છે. પોલીસે જણાવ્યું કે, અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ બાદ વધુ નક્કી કરી શકાશે, જે કોઇ જવાબદાર ઠરશે તો તેવી સામે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રિન્સીપાલ રૂપલબેન શાહે કહ્યું કે, આ ઘટના 12.30એ બની હતી. અચાનક આ ઘટના બની ત્યારે અવાજ સાંભળીને અમે દોડીને ત્યાં ગયા હતા. બાળકને માથામાં ટાંકા આવ્યા છે. બાળકનું નામ સુથાર ધૈર્ય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ છે જીવલેણઃ 2023માં 870નાં મોત

આ પણ વાંચો: પોરબંદર જળબંબાકાર, 14 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું

આ પણ વાંચો:અમદાવાદ આવતી-જતી ઘણી ટ્રેનો આંશિક રદ્દ, જાણો ક્યાં સુધી રેલ સેવાનો લાભ નહીં મળે