@અરૂણ શાહ ,મંતવ્યન્યૂઝ , અમદાવાદ
- કેન્દ્રસરકાર દ્વારા શુધ્ધ પાણી માટે જળ જીવન મિશન યોજના
- યોજના અમલીકરણમાં ગુજરાતનો ક્રમ પાછળ
- દેશમાં શુદ્ધ પાણી પહોંચાડવામાં ગોવા મોખરે
- તેલંગાણા શુદ્ધ પાણી પહોંચાડવામાં બીજા ક્રમે
- બિહાર – જમ્મૃ-કાશ્મીર – મિઝોરમ પણ આગળ
- કેન્દ્ર જળ જીવન મિશન યોજના વેબપોર્ટલ પર જાહેર થઇ માહિતી
ગુજરાતમાં છેવાડાના વિસ્તાર સુધી પોતાના ઘર સુધી પાણી પૂરૂં પાડવા કેન્દ્ર સરકારની જળ જીવન મિશન યોજના હેઠળ નલ સે જલ યોજના અમલી બની છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારની ઘેર-ઘેર નલ અને નલ સે જલ યોજના અમલી બનાવવાની નેમ પરંતુ વહીવટીતંત્રની નિષ્ક્રિયતાના કારણે યોજનાના અમલીકરણમાં ગુજરાત પાછળ રહ્યું છે. જળ જીવન મિશનની વેબપોર્ટ પર આ માહિતી રજૂ કરવામાં આવી છે.
કૃષિ આંદોલન / સુપ્રીમ કોર્ટે કેન્દ્રની કાઢી આકરી ઝાટકણી, કાયદા પર અત્યારે …
મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકાર નલ સે જલ યોજનાના અમલના માધ્યમથી ઘેર-ઘેર નલ અને નલ સે જલ પહોંચાડવા કટિબદ્ધ છે. પરંતુ વહીવટીતંત્રની વિલંબનીતિના કારણે આજની સ્થિતિએ હજી રાજ્યના 17,57 લાખ પરિવારો સુધી નલ સે જલના માધ્યમથી પીવાના શુદ્ધ પાણી પહોચી શક્યા નથી. ગુજરાતમાં અમલી બનેલી નલ સ જલ યોજના કેન્દ્ર પુરસ્કૃત જળ જીવન મિશન પ્રોજેક્ટની યોજના છે. જળ જીવન મિશનની જાહેર થયેલી માહિતી મુજબ દેશનું ગોવા રાજ્ય સૌ-પ્રથમ રહ્યું છે કે જ્યાં યોજના સંપૂર્ણ કરીને તમામ પરિવારો સુધી લાભ આપવામાં આવ્યો છે. તેલંગાણામાં 69.80 ટકા સિદ્ધિ સાથે બીજા ક્રમે છે તો બિહારે પણ 57.77 ટકા સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતે આ યોજના હેઠળ કરેલી કામગીરી જોઇએ..
ગુજરાતમાં નલ સે જલની જાહેર થયેલી માહિતી
- –ગુજરાતમાં યોજનાના લાભાર્થી પરિવાર – 93 લાખ
- -નલ સે જલ યોજનાના લાભાર્થી પરિવાર – 75.35 લ્ખ
- -જલ જીવન મિશનના પ્રારંભે લાભાર્થી પરિવાર – 65.16 લાખ
- -યોજના અમલ બાદ ગુજરાતમાં જોડાણ – 10.18 લાખ
- -આજની સ્થિતિએ યોજના હેઠળ જોડાણ આપવાના બાકી – 17.57 લાખ
ગોવા-તેલંગાણા-બિહાર ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યો પંજાબ અને મિઝોરમમાં પણ યોજનાનો અમલ ગુજરાત કરતાં વધુ પ્રમાણમાં થયો છે. પરંતુ ગુજરાતમાં નલ સે જલની વાસ્તવિક્તા વિલંબમાં પડતાં સરકારની નેમ છતાં વહીવટીતંત્રની વિલંબનીતિના કારણે યોજનાના અમલીકરણમાં ગુજરાતની પીછેહઠ રહી છે. ત્યારે હવે વહીવટીતંત્ર સક્રિયતા દાખવી સરકારની નેમ પૂર્ણ કરશે તો ગુજરાતના દરેક પરિવાર સુધી નલ સે જલના માધ્યમથી પીવાનું શુદ્ધ પાણી પૂરાં પાડી શકાશે.
Ahmedabad / પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત, એક જ દિવસમાં બે પોલીસકર્…
bird-flu / ગુજરાતમાં વધુ એક જીલ્લામાં બર્ડ ફ્લુની એન્ટ્રી, વહીવટી તંત્ર…
Political / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે કોને સોપી કઈ જવાબદારી…..
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
