Gujarat/ ઇડર-વડાલીનાં MLA હિતુ કનોડિયા માસ્ક ન પહેરી ભાન ભૂલ્યા

ગુજરાતમાં કોરનાનું સંક્રમણ અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવી રસ્તા પર માસ્ક વગર નીકળતા લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે,

Gujarat Others

@જય સુરતી, મંતવ્ય ન્યૂઝ – સાબરકાંઠા

ગુજરાતમાં કોરનાનું સંક્રમણ અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવી રસ્તા પર માસ્ક વગર નીકળતા લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે, જેથી લોકો માસ્ક વિના બજારમાં નીકળતા નથી. જો કે તે જરૂરી પણ છે. આ જ કારણ છે કે ગુજરાતમાં કોરોનાનાં કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહયો છે.

આજે ઇડર-વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયાની હાજરીમાં કડીયાદરા જીલ્લા પંચાયતની પાનોલ તાલુકા પંચાયતની સીટની પાનોલ ગામે જવાબદાર કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે આગામી ચૂંટણીની તૈયારીઓનાં ભાગ રૂપે બેઠક મળી હતી. જેમાં ઇડર-વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયા માસ્ક ન પહેરી પોતાનું ભાન ભૂલ્યા અને રાજ્યમાં કોરોના નાબૂદ થઈ ગયો હોય તેમ માસ્ક વિના બેઠકમાં ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એખ તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે નવા સ્ટ્રેને પણ દુનિયાને હચમચાવી દીધુ છે. ત્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. જો કે આ ઘટાડો તમે કેટલા જાગૃત નાગરીક હોવાની નિશાની પણ બતાવે છે. પણ શું જે રીતે સામાના્ય નાગરીક સરકારની ગાઇડ લાઇનનું પૂરુ પાલન કરે છે શું તેનું નેતાઓ પાલન કરે છે ખરા? આ સવાલ આજે ઇડર-વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયા સામે ઉભો થઇ રહ્યો છે.

Bhavnagar: કોરોનાની મહામારીમાં ખડેપગે રહેનાર આરોગ્ય કર્મીઓની હડતાલ…

Ahmedabad: યુવતીની બાબતમાં એક યુવક પર કરાયો છરી વડે હુમલો…

Ahmedabad: સરકાર ની ગાઈડલાઇન મુજબ ઉજવાશે ઉતરાયણ, ડ્રોન મારફતે પોલીસ રાખ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો