Gujarat/ રાજ્યમાં બર્ડ ફ્લૂની દહેશત, જાણો ક્યા પોલ્ટ્રી ફાર્મ અને ચિકનની દુકાનો કરાઇ બંધ?

બારડોલી તાલુકાનાં મઢી–સુરાલી અને બારડોલી શહેરમાં કાગડાઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા બર્ડફ્લૂ અસરગ્રસ્ત વિસ્તારથી એક કિમીની ત્રિજ્યામાં પોલ્ટ્રી ફાર્મ અને ચિકનની દુકાનો અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવેલ છે….

Gujarat Surat

@મુકેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – સુરત

બારડોલી તાલુકાનાં મઢી–સુરાલી અને બારડોલી શહેરમાં કાગડાઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા બર્ડફ્લૂ અસરગ્રસ્ત વિસ્તારથી એક કિમીની ત્રિજ્યામાં પોલ્ટ્રી ફાર્મ અને ચિકનની દુકાનો અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવેલ છે.

બારડોલી તાલુકા અને આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મૃત કાગડા મળી રહ્યા છે. જે પૈકી મઢી રેલ્વે સ્ટેશન કોલોની અને બારડોલીના મેમણ કબ્રસ્તાનમાંથી મળી આવેલા કાગડાના બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. સુરત જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડી અસરગ્રસ્ત વિસ્તારની આજુબાજુની એક કિમી ત્રિજ્યામાં કેટલાક પ્રતિબંધો મૂકી દીધા હતા. આ જાહેરનામા મુજબ બારડોલીના વહીવટી તંત્ર દ્વારા મંગળવારથી અસરગ્રસ્ત વિસ્તારની એક કિમીની ત્રિજ્યામાં આવેલા પોલ્ટ્રીફાર્મ બંધ કરાવવામાં આવ્યા છે. પશુપાલન વિભાગ અને વહીવટી તંત્રની ટીમે પોલીસને સાથે રાખી પોલ્ટ્રી ફાર્મ અને અસરગ્રસ્ત વિસ્તારની આજુબાજુમાં આવેલી ચિકન દુકાનો બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જે અનુસંધાને આજ રોજ બારડોલીમાં મેમણ કબ્રસ્તાન અને મઢીમાં રેલ્વે કોલોનીની આસપાસની એક કિમીની ત્રિજ્યામાં આવેલી ચિકનની દુકાનો પર રૂબરૂ જઈને પોલીસકર્મીઓ દુકાનો બંધ કરાવી હતી.

બારડોલી અને મઢી વિસ્તારમાં મળી આવેલા કાગડાઓના સેમ્પલ પોઝિટિવ આવતા આજુબાજુના એક કિમી વિસ્તારના તમામ પોલ્ટ્રી ફાર્મ અચોક્કસ મુદ્દત સુધી બંધ કરી દેવાયા છે. તેમણે ચિકનશોપ પણ બંધ કરવા સૂચના અપાય હોવાનું જણાવ્યુ હતું. વધુમાં જણાવ્યુ કે,પશુપાલન વિભાગ દ્વારા પણ જ્યાં જ્યાં મૃત પક્ષી મળે છે તેના સેમ્પલ લઈને ભોપાલની લેબમાં મોકલવામાં આવી રહ્યા છે.

Surendranagar: જિલ્લામાં આવી ગઈ કોરોના વેક્સીન, 9500 ડોઝ સુરેન્દ્રનગર લવાયા…

Gujarat: ધાંગધ્રા તાલુકામાંથી ડ્રોનની મદદથી સફેદ માટીની ચોરી ઝડપાઈ, 6…

Gujarat: લો બોલો!! ભર શિયાળે હળવદનાં સુરવદર ગામે પીવાનાં પાણીની તંગી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો