@જય સુરતી, મંતવ્ય ન્યૂઝ – સાબરકાંઠા
સાબરકાંઠાના ઇડરમાં સબરજીસ્ટાર ઓફિસમાં સોસીયલ ડિસ્ટસીંગ ના લીરેલીરા ઉડતા જોવા મળ્યા. આમ તો સરકારી ગાઈડલાઈન મુજબ સરકરી ઓફિસો તેમજ જાહેર સ્થળોએ બે વ્યકિઓ વચ્ચે બે ગજ નું અંતર જાળવી રાખવાનું જણાવવા માં આવ્યું છે.

દરેક વ્યક્તિએ માસ્ક ફરીજીયાત પહેરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જેને કારણે કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય, પરંતુ ઇડર સબરજીસ્ટારની ઓફિસમાં અરજદારોનાં ટોળેટોળા જોવા મળ્યા અને સંપૂર્ણ પણે સરકારી ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળ્યો હતો. જો સરકારી અધિકારીઓ જ સરકારી ગાઈડ લાઇનનો ભંગ કરશે તો સામાન્ય નાગરીક કઇ રીતે સરકારી ગાઈડ લાઈનને અનુસરશે. આમ તો કોઈ સામન્ય નાગરીક માસ્ક વિના ફરતો જણાય અથવા કોઈ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તો કાયદેસર દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે ઇડર સબરજીસ્ટાર ઓફિસ સામે કોણ કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું.
Surendranagar: જિલ્લામાં કોરોના વેકસીન આપ્યા બાદ લોકોને 30 મિનિટ સુધી ઓબ્ઝર…
Gujarat: કલેક્ટરનાં હુકમનું છડેચોક ઉલ્લંઘન, દબંગોએ પોતાના દબાણો બચાવવ…
Ahmedabad: ઉત્તરાયણના 2 દિવસોમાં કચરાનો થયો ઢગલો, AMCએ આટલા કિલો વેસ્ટ …
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
