Rajkot/ મુખ્યમંત્રી રૂપાણી કાલે રાજકોટમાં, આમ્રપાલી અન્ડર બ્રિજ સહિત કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તારીખ: ૨૧-૦૧-૨૦૨૧ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ ૪૮૯.૫૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે

Top Stories Gujarat
1

 રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તારીખ: ૨૧-૦૧-૨૦૨૧ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ ૪૮૯.૫૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. રાજકોટમાં અત્યારથી તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં તેના હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે.

1
તિરુપતિ હેડ વર્કસ, કોઠારીયા ચોકડીથી આગળ, કોઠારીયા રોડ ખાતે સવારે ૦૯:૩૦ વાગ્યે રૈયા રોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ ખાતેના અન્ડરબ્રિજનું, કોઠારીયા અને વાવડી પાણી પુરવઠા યોજનાનું, કેકેવી ચોક, જડુસ ચોક, નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફ્લાય ઓવરબ્રિજ તથા સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલા ૫૬.૫૮ કરોડના ૪૧૬ આવાસોનો કમ્પ્યુટરાઈઝડ ડ્રો, “હેકેથોન -૨૦૨૧ – Year of Idea” સ્પર્ધા- આવાસ યોજનાના લાભાર્થીઓને “પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ” પાઇલોટ પ્રોજેક્ટનો પણ શુભારંભ,કિશાનપરા ચોક ખાતે “પબ્લિક બાઈક શેરીંગ” પાઈલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે.
1
2

Political / આ સત્યાગ્રહ માત્ર ખેડૂતો માટે જ છે તે સમજવુ ખોટું છે : રાહુલ ગાંધી

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૨૫.૫૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ ખાતે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.વોર્ડ ન.-૩, પોપટપરા વિસ્તારમાં રૂપિયા ૪૩ લાખના ખર્ચે બનેલા ગાર્ડન અને બાલક્રિંડાંગણનું લોકાર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત કોઠારિયા અને વાવડી તેમજ જિલ્લા ગાર્ડન વિસ્તાર માટે રૂ. ૧૦૫ કરોડના ખર્ચે પીવાના પાણી માટે ઈ.એસ.આર., જી.એસ.આર. પમ્પિંગ મશીનરી અને ડી.આઈ. પાઈપલાઈનના કાર્યો પૂર્ણ કરવામાં આવેલ છે. વોટર વર્કસની ઉપલબ્ધ બનેલી આ સુવિધાનો લાભ આશરે ૧.૭૫ લાખ લોકોને લાભ પ્રાપ્ત થશે. જેમાં ગોકુલ પાર્ક, તિરૂપતિનગર, ભોમેશાવ્રી, શ્રી રામ રણુજા, રણુજા ધામ, પીર વાડી, શિવધારા, સત્યમ બંગ્લોઝ, અક્ષરાતીત ૧-૨-૩, ખોડલધામ રૂષિપ્રસાદ સોસાયટી, વેલ્નાથપરા વગેરે, ઉપરાંત વાવડી મુખ્ય ગામતળ, ગૌતમ બુધ્ધનગર, વિશ્વકર્મા સોસાયટી, ભારતનગર, મહામદી બાગ, શક્તિનગર, બરકાતીનગર, બજરંગનગર, રવેચીનગર, રવેચીપરા, રસૂલપરા, તેમજ જિલ્લા ગાર્ડન હેડ વર્કસ અને નારાયણનગર હેડ વર્કસ હેઠળના અનેક વિસ્તારોને આ યોજનામાં આવરી લેવામાં આવેલ છે.

biggest case / ACBએ નોંધ્યો ઇતિહાસનો સૌથી મોટો કેસ, નિવૃત્ત નાયબ મામલતદારની કરોડોની બેનામી સંપત્તિથી ખળભળાટ

“અમૃત” યોજનાં અંતર્ગત, વોર્ડ નં.૭ અને ૧૪ જીલ્લા ગાર્ડન ખાતે વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામનું, વોર્ડ નં.૧૮ કોઠારીયા રોડ, તિરૂપતીનગર પાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામનું, વોર્ડ નં.૧૨ વાવડી વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામનું, વોર્ડ નં.૧૮ કોઠારીયા, નારાયણનગરપાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામ સહીત કુલ રૂપિયા ૧૭.૧૩ કરોડના ખર્ચે હેડવર્કસના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.”અમૃત” યોજનાં અંતર્ગત વોર્ડનં.૧૨માં વાવડી હેડવર્કસ હેઠળ આવતાં વિસ્તારમાં ડી.આઈ. ડીસ્ટ્રીબ્યુશન પાઈપ લાઈન નાખવાના કામનું, વોર્ડ નં.૭ અને ૧૪ માં જિલ્લા ગાર્ડન હેડવર્કસ આધારીત ડી.આઇ પાઇપ લાઇન નાખવાના કામનું, વોર્ડ નં.૧૮માં કોઠારીયા તિરૂપતીનગર હેડવર્કસ હેઠળ આવતાં વિસ્તારમાં ડી.આઈ. ડીસ્ટ્રીબ્યુશન પાઈપ લાઈન નાખવાના કામનું, વોર્ડનં.૧૮માં કોઠારીયા નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતાં વિસ્તારમાં ડી.આઈ. ડીસ્ટ્રીબ્યુશન પાઈપ લાઈન નાખવાના કામ સહીત કુલ રૂપિયા ૮૨.૫૨ કરોડના ડી.આઈ.પાઈપલાઈનના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.”અમૃત” યોજનાં અંતર્ગત, વોર્ડ નં.૭ અને ૧૪ જીલ્લા ગાર્ડન ખાતે વોટર સપ્લાય હેડવર્કસના પમ્પીંગ મશીનરીનું, વોર્ડ નં.૧૮ કોઠારીયા રોડ, તિરૂપતીનગર પાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં પમ્પીંગ મશીનરીનું, વોર્ડ નં.૧૨ વાવડી વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસનાં પમ્પીંગ મશીનરીનું કામ, વોર્ડ નં.૧૮ કોઠારીયા, નારાયણનગર પાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં પમ્પીંગ મશીનરી સહીત કુલ રૂપિયા ૫.૯૨ કરોડના પમ્પીંગ મશીનરીનું લોકાર્પણ કરવામાં આવશે.

USA / અમેરિકામાં ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ રચશે ઈતિહાસ, જીત બાદ કહ્યું હતું કે…

સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ITMS પ્રોજેક્ટ હેઠળ રૂપિયા ૭૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલ સ્માર્ટ બસ સ્ટોપ(૧૦)નું લોકાર્પણ કરવામાં આવશે.આમ, કુલ રૂપિયા ૧૩૨.૨૩ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.