Covid-19/ કોરોનાનાં કારણે રાજ્યમાં પાછલા 24 કલાકમાં ફક્ત એક જ મોત, એક્ટિવ કેસ 5 હજાર નીચે

ગુજરાતમાં કોરોનાની ગતી મંદીતો પડી જ છે એટલુ જ નહીં પરંતુ કોરોના ગુજરાતમાં કોરોના સુવ્યવસ્થિત રીતે કાબૂમાં પણ જોવામાં આવી રહ્યો છે. દુનિયામાં કોરોનાનાં ખડભડાટ વચ્ચે ગુજરાતમાં ધીમે

Top Stories Gujarat
1

ગુજરાતમાં કોરોનાની ગતી મંદીતો પડી જ છે એટલુ જ નહીં પરંતુ કોરોના ગુજરાતમાં કોરોના સુવ્યવસ્થિત રીતે કાબૂમાં પણ જોવામાં આવી રહ્યો છે. દુનિયામાં કોરોનાનાં ખડભડાટ વચ્ચે ગુજરાતમાં ધીમે પણ મક્કમતા સાથેનાં સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના નામશેષની દિશામાં અગળ વધતો જોવામાં આવી રહ્યો છે.

 કોરોના નવા કેસની સંખ્યા 423 – મૃત્યુ ફક્ત 1

ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં એટલે કે સોમવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 423 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 01 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

આટલા લોકોને અત્યાર સુધીમાં મળી રસી

રાજયમાં કોરોના ર‍રસીકરણ ગત તારીખ 16 જાન્યુઆરી 2021 થી આરાંભ કરાવામાં આવ્યું.  આજ દિવસ સુધી કુલ‍ 510 કેન્દ્રો પર  31116 વ્યિકતઓેને કોરોનાની રસી આપવામાં આવી છે. આજનાં આંક સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 78319 વ્યક્તિઓેને રસીકરણ‍ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીની આડઅસરો જોવા મળી નથી.

આટલા દર્દી સાજા થયા

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  702 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 249352 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 4,960 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 4960 એકટિવ  કેસમાંથી 50 વેન્ટીલેટર પર છે, જ્યારે 4910  દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.

કોરનાનો કુલ આંકડો રહ્યો આટલો

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 423 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 258687  પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 01 લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4375 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

રાજ્યનો આ છે રીકવરી રેટ

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ‍રાજયભર‍માંથી‍ આજે 702 દદીઓ સાજા થઇ ઘર ફરતા રાજ્યનો રીકવરી રેટ 96.93 થયો છે.  રાજયભરમાં અત્યાર સુધીમરાં આરોગ્ય વિભગનાં સઘન પ્રયાસોને લીધ ‍‍‍‍246516  દદીઓ‍એ‍ કોરોનાને ‍મ્હાત‍ આપી છે.‍

 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…