@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
પોલીસ ગિરફતમાં રહેલ લૂંટારું ગેંગને અત્તર ગેંગ નામે ઓળખાય છે. આ ચાર ટોળકી અત્તરનો વેપાર કરતા હતા પરંતુ અંતરનો વેપાર પડી ભાગતા લૂંટના રવાડે ચઢી ગયા. અને પછી ટોળકી દ્વારા રીક્ષા ભાડે લઈ ગીતા મંદિર બસ સ્ટેશન પર મુસાફરોને ટાર્ગેટ કરી લૂંટી લેતા હતા. આવી જ રીતે એક અઠવાડિયા પહેલા મોરબીના વાંકાનેરથી અમદાવાદ આવેલા શિક્ષકને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડીને અવવારું જગ્યાએ લઈ જઈ છરીને અણીએ લૂંટ ચલાવાઈ હતી જેમાં કાગડાપીઠ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓની ધરપકડ કરી લીધી.

ઝડપાયેલ આરોપી જાવેદહુસેન મોમીન, ઈરફાન મોમીન,શાહબાનઅલી શેખ અને એઝાદ હુસેન શેખની મોડ્સઓપરેન્ડી વાત કરીએ તો એઝાદ શેખ નામનો આરોપી રિક્ષા ડ્રાઇવર બની ને ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે બહારગામથી આવતા મુસાફરને ટાર્ગેટ કરી ઓછા ભાડામાં રીક્ષામાં બેસાડી લઈ જાય. ત્યાર બાદ થોડા આગળ લૂંટ ટોળકી દ્વારા અન્ય આરોપી રિક્ષામાં બેસીને મુસાફરો અવવારું જગ્યા લઈ જઈ મુસાફર પાસે રહેલ સોના-ચાંદી ના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ જતા હતા. મુસાફરો લૂંટ કરવાનું પ્લાન મુખ્ય આરોપી જાવેદહુસેન મોમીન બનાવતો હતો. જે અગાઉ પણ પેસેન્જર લૂંટ કરતો પકડાઈ ચુક્યો છે.

શહેરના ગીતામંદિર બસ સ્ટેન્ડ પર હજારો મુસાફરોની અવર જવર થતી હોવાના કારણે લૂંટારું ગેંગ દ્વારા મુસાફરો ટાર્ગેટ કરી ગુનાને અજામ આપતી હોય છે. આ મોડ્સઓપરેન્ડીથી પુર્વ વિસ્તારમાં એક મહિનામાં ચારથી વધુ અલગ અલગ ગુના બન્યા છે. ત્યારે મુસાફરો સ્વાગ ફરતી ટોળકી ફરી સક્રિય થઈ છે. હાલ પકડાયેલ આરોપી પૂછપરછ માં અનેક ગુના ભેદ ઉકેલાઈ શકે છે.
Ahmedabad: શું છે આ બાળકીનો ગુનો કે તેને ત્યજી દેવાઈ મંદિરની બહાર?
Ahmedabad: ન્યાય આપતા જજ વિરુદ્ધ જ પત્નીએ નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: ડોન અમીન મારવાડી બાદ જુહાપુરાનાં વધુ એક કુખ્યાત અઝહર કવાલ સામે પોલીસ ફરિયાદ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
