Weather Forcast/ ઠંડીનો ચમકારો રહેશે યાથવત – રાજ્યના અનેક ભાગોમાં કોલ્ડ વેવની આગાહી 

રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો ચમકારો યાથવત રહેવાનો છે. જેમાં આજ થી 5 દિવસ માટે રાજ્યના અનેક ભાગોમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.

Gujarat Others

@આયુષી યાજ્ઞનિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…

રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો ચમકારો યાથવત રહેવાનો છે. જેમાં આજ થી 5 દિવસ માટે રાજ્યના અનેક ભાગોમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલએ પણ આગાહી કરી છે કે ઉત્તર તરફ થઇ રહેલ હિમ વર્ષને પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.

ઠંડીનો ચમકારો યાથવત – રાજ્યના અનેક ભાગોમાં કોલ્ડ વેવની આગાહી

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલએ પણ આગાહી કરી છે કે, ઉત્તર તરફ થઇ રહેલ હિમ વર્ષને પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાતના ડીસા,બનાસકાંઠા,થરા,પાલનપુર સહિતના શહેરોમાં તાપમાન 7 ડિગ્રીથી નીચે જશે. સાથેજ કચ્છનું નલિયા પણ 5 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાઇને ઠંડુગાર બનશે. તો સૌરાષ્ટ્ર અને માધ્ય ગુજરાતમાં પણ ઠંડા પવનો સાથે ઠંડીમા વધારો થશે. એટલુંજ નહિ પરંતુ 8 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…