બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર હેડલાઇન્સમાં આવી છે. હકીકતમાં, તેમણે પ્રજાસત્તાક દિન પર પ્રશંસકોને અભિનંદન આપવા માટે એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે ભૂલથી સ્વતંત્રતા દિવસ લખ્યું હતું. જો કે, બાદમાં તેણે આ ટ્વીટ ડિલીટ કરી અને તેની ભૂલ સુધારી હતી. જ્યારે શિલ્પા શેટ્ટીને તેની ભૂલનો અહેસાસ થયો ત્યાં સુધીમાં લોકોની નજર તેના ટ્વીટ પર હતી, ત્યારબાદ તેણીએ ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો.
શિલ્પા શેટ્ટી સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ માટે ફોટા તેમજ વીડિયો શેર કરતી રહે છે. મંગળવારે શિલ્પાએ પ્રજાસત્તાક દિનના અભિનંદન આપવાને બદલે સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી દીધી હતી. જે બાદ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહી છે. ટ્રોલ થયા બાદ શિલ્પાએ પોસ્ટ સુધારી દીધી હતી.
શિલ્પા શેટ્ટીએ ટ્વિટમાં લખ્યું કે, 72 મા પ્રજાસત્તાક દિવસની ઘણી શુભકામનાઓ. દરેક ભારતીયને હેપ્પી રિપબ્લિક ડે. આપણા બંધારણ દ્વારા આપેલા અધિકાર અને ફરજોને સમર્થન આપવાની પ્રતિજ્ઞા કરીએ છીએ. જય હિન્દ. સ્વસ્થ રહો મસ્ત રહો માસ્ક પહેરીને સલામત રહો. “

કોઈ યુઝરે શિલ્પા શેટ્ટીને ટ્રોલ કરીને લખ્યું, ‘આવું કેમનું ચાલશે દીદી?’ જ્યારે બીજા ઘણા યુઝરે અલગ અલગ રીતે શિલ્પાને ટ્રોલ કરી હતી. કોઈએ લખ્યું કે બોલિવૂડના લોકોને પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચેનો ભેદ સમજાઓ. કોઈ એ તો લખ્યું કે સ્કૂલ નથી ગયા કે શું મેડમ.
Bahattarwe (72nd) Gantantra Diwas ki dheron shubhkaamnayein. Happy Republic Day to every Indian.
Let’s pledge to uphold the rights & duties that our constitution has given us… not only for ourselves, but also for each of our fellow citizens 🧡🤍💚
Jai Hind! 🇮🇳 #RepublicDay pic.twitter.com/4hvAU6SCFe— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) January 26, 2021
બાદમાં શિલ્પા શેટ્ટીએ તેને કાઢી નાખી અને પ્રજાસત્તાક દિવસને બદલે સ્વતંત્રતા દિવસ લખ્યો અને ભૂલ સુધારી. જાણીતું છે કે શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સતત તેના ફોટા અને વીડિયો શેર કરે છે. શિલ્પા એક ફિટનેસ ફ્રીક પણ છે. તેણી યોગાસન કર ફેન્સ સાથે તેની ઘણી વીડિયો શેર કરે છે. તેઓ તેમને ફિટ રહેવાની પ્રેરણા પણ આપે છે.
નોંધપાત્ર વાત એ છે કે શિલ્પા શેટ્ટી લાંબા સમય પછી મોટા પડદે પરત ફરી રહી છે. તે ફિલ્મ ‘નિકમ્મા’ માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનવ દાસાણી અને શર્લી સેતિયા મુળુ ભૂમિકામાં જોવા મળશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
