Vaccination/ દેશનાં રસીકરણ રેકોર્ડમાં ગુજરાત હોમગાર્ડનો વિક્રમ

કોરોના કામગીરીમાં ગુજરાત હોમગાર્ડની સેવા ઉમદા રહી છે. બીજા તબક્કામાં શરૂ થનારા રસીકરણ કાર્યક્રમની ટેટાએન્ટ્રી કરવામાં ગુજરાત હોમગાર્ડે નહી માત્ર ગુજરાત પરંતુ દેશમાં વિક્રમ સર્જ્યો છે…..

Gujarat Others

@અરૂણ શાહ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

કોરોના કામગીરીમાં ગુજરાત હોમગાર્ડની સેવા ઉમદા રહી છે. બીજા તબક્કામાં શરૂ થનારા રસીકરણ કાર્યક્રમની ડેટાએન્ટ્રી કરવામાં ગુજરાત હોમગાર્ડે નહી માત્ર પરંતુ દેશમાં વિક્રમ સર્જ્યો છે. ગુજરાત હોમગાર્ડે રસી લેવામાં મોખરે રહીને આ માટેની ડેટાએન્ટ્રી કરીને હોમગાર્ડ જવાનોની યાદી કેન્દ્રસરકારને સુપ્રત કરી છે.

ગુજરાત હોમગાર્ડ પ્રજાના રક્ષણ સાથે પ્રજાની સેવામાં પણ હંમેશા સાથ આપે છે. કુદરતી આપત્તિ , માનવસર્જિત આપત્તિ કે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ગુજરાત હોમગાર્ડ જવાનો હંમેશા ટ્વેન્ટી ફોર બાય સેવન તત્પર રહે છે. ગુજરાતમાં કોરોના સમયમાં પણ ગુજરાત હોમગાર્ડની સેવા પ્રશંસ્ય રહી છે. દેશમાં હવે શરૂ થનારા બીજા તબક્કાના રસીકરણ અભિયાનમાં હોમગાર્ડ જવાનોને સામેલ કરવામાં આવશે. ગુજરાત હોમગાર્ડના જનરલ કમાન્ડન્ટ ડો.નિરજા ગોટરૂએ ગુજરાત હોમગાર્ડમાં ગ્રામરક્ષક દળ , સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ જવાનોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં શરૂ થનારા રસી અભિયાનમાં અંદાજે 90 હજાર કરતાં વધુ હોમગાર્ડ જવાનોની ડેટાએન્ટ્રી કરીને કેન્દ્રસરકારને મોકલવામાં આવી છે. દેશમાં કોઇપણ રાજ્યમાં રસીકરણ ડેટાએન્ટ્રી મોકલવામાં ગુજરાત હોમગાર્ડ મોખરે રહ્યું છે. ગુજરાત હોમગાર્ડે દેશમાં સૌ-પ્રથમ રસીકરણ માટે ડેટાએન્ટ્રી કરનાર યુનિટ રહ્યું છે.

ગુજરાતહોમગાર્ડમાં ફરજ બજાવતાં જવાનોમાંથી અંદાજે ત્રણસો જવાનોના કોરોના પોઝીટીવ આવ્યા હતા. જો કે ફરજ પરના તમામ જવાનોએ કોરોના નિયંત્રણ હેતુ પ્રજાની સેવામાં ઉમદા કામગીરી કરી હતી. પરંતુ કમનસીબે દસ જવાનોના કોરોના પોઝીટીવના કારણે મૃત્યુ નિપજ્યા હતા. જો કે ગુજરાતસરકારની જાહેરાત મુજબ 10 મૃતક હોમગાર્ડ જવાનોના પરિવાર પૈકી ત્રણ જવાનોના પરિવારજનોને 25-25 લાખની આર્થિક સહાય આપવામાં આવી છે. જ્યારે અન્ય 7 મૃતક પરિવારજનોને સહાય ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવી છે. એકંદરે કોરોના વોરિયર્સમાં ગુજરાત હોમગાર્ડે દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો