Surat/ નિવૃત ASIના પુત્રોએ પેરોલ પર છૂટી માંગી 30 લાખ રૂપિયાની ખંડણી

નિવૃત ASIના પુત્રોએ પેરોલ પર છૂટી માંગી 30 લાખ રૂપિયાની ખંડણી

Top Stories Gujarat Surat

@સંજય મહંત, સુરત 

સુરતના ચકચરિત ગેંગ રેપ નો આરોપી લાજપોર જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ સ્ક્રેપના વેપારી પાસે ખંડણી માંગી હતી,એટલુંજ નહિ જેલમાં જવા પેહલા ગાજીપરા ગેંગ ને આ મામલે વાત કરતા ગાજીપરા ગેંગ પણ સ્ક્રેપના વેપારી ને ધમકાવા લાગતા , છેવટે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચના જાપતા માં રહેલા  જુનેદ સૈયદ અને તેનો ભાઈ તારીક સૈયદ હાલ  લાજપોર જેલમાં બંધ છે. તારીક સૈયદ ચકચારિત ગેંગ રેપ મામલે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. અડાજણ પાટિયા પર રહેતા ફરિયાદી સેફાઉદ્દીન મોતિવાલા સ્ક્રેપ ના વ્યવસાય સાથે સંકળાયેલો છે,જેને આ ગેંગે અડાજણ વિસ્તારમાં આવેલી M K એન કંપની ની ઓફિસમાં બોલાવી ધમકાવ્યો હતો અને ખંડણી પેટે રૂ 30 લાખની માંગણી કરી હતી, એવું ફરિયાદી દ્વારા ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

ગાજીપરા ગેંગના વિપુલ ગાજીપરા , અલ્તાફ પટેલ, જુનેદ સૈયદ, તારીક સૈયદ, ઇલયાસ કાપડિયા સહીત 7 સામે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે 7 પૈકી બે, જુનેદ સૈયદ અને ઈલિયાસ કાપડિયા ની ધરપકડ કરી છે. જે બંને નિવૃત ASI ખદબુદ્દીન ના પુત્રો છે. જેમાં તરીક સૈયદ હાલમાં જ પેરોલ બહાર આવ્યો છે.  જ્યારે બાકીના આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરત પોલીસ કમિશનરે 30 જેટલી ગેંગ પર નજર રાખી છે અને જ્યાં કોઈ ગેંગ કોઈ વેપારી કે સામાન્ય ઇસમને ધરાવે-ધમકાવે છે તો કાયદેસરની ફરિયાદ લેવામાં આવી રહી છે,હાલ સુધીમાં આસિફ બાપ્તિ ગેંગ,લાલુ ઝાલીમ ગેંગ અને અશરફ નાગોરી ગેંગ સામે GUCTOC ની ફરિયાદ નોંધવામાં આવી છે,હવે ચોથી ફરિયાદ GUJCTOC ની ગાજીપરા ગેંગ સામે નોંધાય તો નવાઈ નહિ.

Jamnagar / ભયનો માહોલ, ટીના પેઢડીયા પર આજે સવારમાં  ફાયરિંગ

Weather / રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, નલિયા ઠંડુગાર, સાત શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન

Morbi / માળીયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત, વહેલી સવારમાં ચાર લોકોને કાળ ભેટ્યો

Delhi violence case / લાલ કિલ્લા પર હિંસામાં ઘાયલ થયેલ મહિલા કોન્સ્ટેબલે કહ્યું ડરામણું વાતાવરણ હતું

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…