Cricket/ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી બન્યો ધોનીનો ફેન, કહ્યુ – હુ 5 કે 10 ટકા પણ તેના જેવો હોત તો…

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનાં ફેન આજે પણ ઓછા થયા નથી…..

Sports

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનાં ફેન આજે પણ ઓછા થયા નથી. તેના ચાહકો પૂરી દુનિયામાં છે. દુનિયાભરનાં વિકેટકીપર તેને પોતાનો આદર્શ માને છે. હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બેન ડંકે ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પ્રશંસા કરી છે.

બેન ડંકે કહ્યું કે, તેણે અત્યાર સુધીમાં જોયેલા તમામ વિકેટકીપર બેટ્સમેનોમાં એમએસ ધોની નંબર-1 છે. એમએસ ધોનીએ કેપ્ટન તરીકે આઈસીસીનાં ત્રણ મોટા ખિતાબ જીત્યા છે. જેમાં 2007 માં આઈસીસી ટી-20 વર્લ્ડ કપ, 2011 માં વનડે વર્લ્ડ કપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ શામેલ છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર ધોનીએ ગયા વર્ષે 15 ઓગસ્ટનાં રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જો કે આ પછી એમ.એસ. ધોની આઈપીએલ 2020 માં રમતા જોવા મળ્યો હતો, પરંતુ તેની આ આઈપીએલ સીઝન સારી રહી નહોતી. ખુદ એમએસ ધોનીનું પણ બેટ ન હોતુ ચાલ્યુ અને ટીમે પણ સારું પ્રદર્શન કર્યું નહોતું. આઈપીએલનાં ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ શકી નહી. ટીમે આઈપીએલ 2020 ને સાતમાં ક્રમે સમાપન કર્યું.

બેન ડંકે કહ્યું કે, મને લાગે છે કે એમએસ ધોની મેં અત્યાર સુધી જોયેલા તમામ વિકેટકીપર બેટ્સમેનોમાં પ્રથમ નંબર છે. આટલા વર્ષો સુધી તેણે જે પ્રકારની રમત બતાવી તે ખૂબ જ આશ્ચર્યજનક હતી. તેના દ્વારા બનાવેલા બધા આશ્ચર્યજનક રેકોર્ડ્સ તેમના વિશે બધું જ જાહેર કરે છે. ડંકે કહ્યું કે, તે ખૂબ જ શાંત રહ્યો હતો. જાણે તેની નસોમાં બરફ પડ્યો હોય, તે કોઈ પણ મેચને એવી જગ્યાએ લઈ જતો હતો જ્યાં મેચ જીતવી લગભગ અશક્ય હતી. તે આવા પ્રસંગોએ કોઈપણ રીતે મેચ જીતી બતતાવતો હતો. જો હું એમએસ ધોનીનો 5 અથવા 10 ટકા પણ રમી શક્યો હોત તો તે ખૂબ જ ખુશ હોત.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો