@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
લીંબડી પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી ઈજનેર ખેડૂતોના વીજ કનેકશનના એગ્રીમેન્ટ ફોર્મમાં સહી કરવા માટે રૂ.500 લેતા હોવાની રાવ ઉઠતા ચકચાર મચી જવા પામી છે. જાગૃત ખેડૂતે ડે.ઈજનેર પૈસા લેતા હોવાનો વિડીયો બનાવ્યો હોવાની વાત બહાર આવતા PGVCL કચેરીમાં હડકંપ મચી ગયો છે.
વડોદ ગામના ખેડૂતે લીંબડી PGVCL કચેરીમાં તમામ દસ્તાવેજી પુરાવા સાથે ખેતીવાડીમાં સિંચાઈ માટે વીજ કનેક્શન મેળવવા નવેમ્બર-2019માં અરજી કરી હતી. જાન્યુઆરી-2021માં ખેડૂતનું વીજ કનેક્શન મંજૂર થયું હતું. વીજ કનેક્શન મેળવવા ભરવા પાત્ર રૂ.7,635 ખેડૂતે લીંબડી પીજીવીસીએલ કચેરીમાં જમા કરાવી દીધા. ખેડૂત વીજ કનેક્શન એગ્રીમેન્ટના કાગળ ઉપર સહી કરાવવા લીંબડી પીજીવીસીએલ કચેરીમાં ખેતીવાડી વિભાગના ડેપ્યુટી ઈજનેર રત્ના ચૌધરી પાસે ગયા હતા.
ડેપ્યુટી ઈજનેર રત્ના ચૌધરીએ એગ્રીમેન્ટ કાગળ પર સહી કરી ફાઈલમાં ગોઠવ્યાં હતા. ખેડૂત ઉભો થયો એટલે D.E રત્ના ચૌધરીએ ખેડૂત પાસે રૂ.500 માંગ્યા. ખેડૂતે રૂ.500 આપતી વખતે ડેપ્યુટી ઈજનેરને કહ્યું કે વીજ કનેક્શન મેળવવા માટે તમામ રકમ તો ભરી દીધી છે તો આ પૈસા શેના માટે? ડે.ઈજનેરને રૂ.500 આપી પૈસાની પહોંચ આપવાનું કહ્યું પરંતુ કોઈ જવાબ નહીં મળતા ખેડૂત પૈસા આપી ઓફિસ બહાર નીકળી ગયો હતો. ખેડૂતના ખીચામાં રહેલા મોબાઈલ ફોનના વિડીયો કેમેરામાં તમામ ઘટના કેદ થઈ ગઈ હતી.
અનેક ખેડૂતોએ કહ્યું હતું કે મેડમ સહી કરવાના પૈસા માંગે છે.
ખેતીવાડી વિભાગના ડે.ઈજનેર મેડમ એગ્રીમેન્ટમાં સહી કરવાના પૈસા માંગતા હોવાનું મને પહેલા પણ અનેક ખેડૂતોએ કહ્યું હતું. એટલે જ મેં મોબાઈલ ફોનનો વીડિયો ચાલુ રાખ્યો હતો. મારી પાસે પુરાવો છે કે મેડમે મારી પાસે રૂ.500 લીધાં અને ટેબલના ખાનામાં મૂક્યાં. વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ મારી પાસે માંગશે ત્યારે વિડીયો રેકોર્ડીંગ રજૂ કરીશ. હું ઈચ્છું છું કે જગતના તાત પાસે ખોટી રીતે પૈસા લેનાર ડે.ઈજનેર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જો આમ કરવામાં શેહશરમ રખાશે તો હું ઉચ્ચ સ્તરીય રજૂઆત કરીશ.
Accident: સરખેજ-ગાંધીનગર હાઇવે પર માર્ગ અકસ્માતમાં દીપડાનું મોત
Rajkot: રૈયાણી સામે પાટીદારો રોષે ભરાયા, યુવાનોએ ધમકી ઉચ્ચારતા મેસેજ કર્યા વાઈરલ
Ahmedabad: રાજ્યમાં ઇલેક્શનનો માહોલ જામતા, બીજી તરફ વિદેશી દારૂની હેરાફેરીનાં કેસ વધ્યા !!
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
