ખરીદી/ રાજ્યની 105 APMC દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી શરુ કરાઇ, ચણા માટે રજિસ્ટ્રેશન શરુ

સરકાર દ્રારા જાહેરાત કરવામાં આવી હતી તે પ્રમાણે રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે.

Gujarat Others

સરકાર દ્રારા જાહેરાત કરવામાં આવી હતી તે પ્રમાણે રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે. ગુજરાતની 105 APMC પર ટેકાના ભાવે તુવેરની ખરીદીની પ્રક્રિયા શરૂ થઇ છે.  29 હજાર ખેડૂતોએ હાલ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આવનાર દિવસોમાં રજિસ્ટ્રોશનમાં વધારો થશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

આપને જણાવી દઇએ કે, હાલની તુવેર વેચાણ માટેની ખરીદ પ્રક્રિયા માટે 31 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન થયું હતું. 6 હજાર પ્રતિ કવીંટલના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવી રહી છે.  ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા 90 દિવસ ચાલશે.

સાથે સાથે જ ચણાની ટેકાના ભાવે ખરીદી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચણાની ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ છે. APMC પરથી પણ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે છે. ચણાની ટેકાના ભાવે ખરીદી માટે 15 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…