Suicide/ આ પ્રેમી પંખીડાઓએ સાથે ટુંકાવ્યું જીવન, બનાસકાંઠાની કરુણ ઘટના

આ મામલે છાપી પોલીસને જાણ થતા તે  ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકના મૃતદેહને પીએમ અર્થે વડગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Others

ગુજરાતમાં દિવસે ને દિવસે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આવામાં વધુ એક પ્રેમી પંખીડાનો આપધાતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના નગાણા ગામની સીમમાં એક પ્રેમી પંખીડાએ ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના  સામે આવ્યા ચકચાર મચી ગઈ છે.

આ મામલે છાપી પોલીસને જાણ થતા તે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકના મૃતદેહને પીએમ અર્થે વડગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, વડગામ તાલુકાના નગાણા ગામની સીમમાં પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યો હતો. સરસ્વતી નદીના કાંઠે બે પ્રેમી- પંખીડાઓની ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાની જાણકારી મળતા છાપી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…